Vadodara

માસ્ક અને જાહેરનામા ભંગનો દંડ ન ભરનારના વિનામૂલ્યે કેસ લડશે

વડોદરા: કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અપાયેલા રાત્રી કરફ્યુ તેમજ માસ્કના નામે ઉઘરાવાતા દંડ સામે વડોદરા શહેરના જાગૃત વકીલે સરકારના આ નિર્ણયને ખોટો ફતવો બહાર પાડ્યો હોવાના આક્ષેપો સાથે એક મુહિમ ઉપાડી છે.જેમાં માસ્કના નામે, રાત્રી કરફ્યુના નામે દંડાયેલા વ્યક્તિઓ કે જેઓ પાસે દંડ ભરવામાં પૈસા નથી તેવા ગરીબ લોકોનો કેસ લડીને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરશે.આ મુહિમમાં જોડાવા માટે તેઓએ એક એપ્લિકેશન પણ બનાવી છે.જેમાં વધુને વધુ લોકોને જોડાવા અનુરોધ પણ કર્યો હતો.

રાત્રી કરફ્યુ દરમિયાન કે દિવસ દરમિયાન સરખું માસ્ક ન પહેર્યું હોય કે પછી રાત્રી કરફ્યુનું કારણસર ભૂલથી ઉલ્લંઘન થયું હોય તો તેવા વ્યક્તિઓ પાસેથી પર રૂપિયા 1,000 નો દંડ વસુલવામાં આવે છે. પરંતુ જે લોકો પાસે દંડ ભરવા પૈસા ન હોય તેવા લોકો પર પોલીસ દ્વારા તેમના પર ખોટી રીતે કેસ કરવામાં આવે છે.જેને લઈને વડોદરાના જાગૃત એડવોકેટ જીતેન્દ્ર પરમાર દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી છે.

જેમાં આવા લોકો માટે મફત કોર્ટમાં કેસ લડશે અને સરકાર દ્વારા કોઈ તારણ વગર બહાર પાડવામાં આવેલા ફતવા સામે વિરોધ દર્શાવશે. આ અંગે એડવોકેટ જીતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે હજાર રૂપિયા દંડ ના ભરી શકે તો તેના વિરુદ્ધમાં એફઆઈઆર કરીને તેને જામીન આપવામાં આવે અને ત્યારબાદ એમની કાર્યવાહી કરવામાં આવે છે તો તેવા સંજોગોમાં આ જે રાત્રિ કરફ્યુ છે. જેને કોઈપણ બેઝલેશ કોઈ પણ તર્ક વગર કે કોઈપણ સાયન્ટિફિક રિઝન વગરનો કરવામાં આવ્યો છે. એવી રીતે લોકોને લૂંટવા તે ખૂબ જ ખોટું છે.

કાયદા વિરુદ્ધ છે, માટે વડોદરાની જનતા ખોટી રીતે લૂંટાઈ નહીં તે માટે જેમના પર કેસ થયેલા છે.તેમને આગામી સમયમાં જ્યારે કોર્ટ શરૂ થશે.ત્યારે સમંન્સ બજવીને એમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.તો અમારી જાહેર જનતા ને વિનંતી છે કે જો તમારી પાસે આવી રીતે ભરવા દંડના પૈસા ના હોય અને તમે પૈસા ભરી શકે તેવી પરિસ્થિતિમાં ના હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

Most Popular

To Top