Vadodara

સયાજી હોસ્પિટલમાં 15 મહિનામાં 16,000થી વધુ કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અપાઈ

વડોદરા: કોરોના મહામારીની શરૂઆતથી લઈને આજદિન સુધી વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના પોઝીટીવ  દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલે ‘‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન કયોર’’ આ ઉક્તિને સાર્થક કરી છે. બરોડા મેડિકલ કોલેજનો કોમ્યુનીટી મેડિસિન િવભાગ ગત માર્ચ માસથી સતત કોરોનાની કામગીરી કરી રહયો છે. મેડીકલ કોલેજના વડાની અધ્યક્ષતામાં તબીબો, રેસીડેન્ટ ડોકટર્સ, સોશિયલ વર્કર, પબ્લિક હેલ્થ નર્સ, ઈન્ટર ડોકટર્સ, કોિવડ સહાયક, ડેટા એન્ટ્રી ઓપરેટર ડેડ બોડી ડીસ્પોઝલ, રસીકરણ અભિયાન રીસર્ચવર્ક સહિતના વિભાગો જિલ્લા સાથે સંકલન કરી અવિરત કામગીરી કરી રહી છે. સંપુર્ણ વ્યવસ્થા કોલેજના ડીન ડોકટર તનુજા જાવડેકર અને હોસ્પિટલના તબીબી અિધક્ષક ડોકટર રંજન ઐયરના માર્ગદર્શન હેઠળના હેઠળ કરવામાં આવી છે અને બીજી લહેરમાં પણ કોરોનાને મહાતઆપી છે.

કોવિડ મહામારીમાં દર્દીના પરીવારજનોને સાથે રાખવાની મનાઈ હોવાથી દર્દીઓના પરિવારજનોની ચિંતા કરતા હોસ્પિટલ દ્વારા જુલાઈ-2020 માં દર્દીઓની માહિતી પરિવારજનોને આપવા િદપક ફાઉન્ડેશનના સહયોગથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો. 24×7 હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવી જેમાં ફોન કોલ સહિત તબીબો વિડિયોકોલ દ્વારા દર્દીઓન પરિવારજનોના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપવામાં આવી રહી છે. જે હોમઆઈસોલેશન પરિવારજનો અને િવદેશમાં રહેતા સ્વજનો માટે વરદારરૂપ સાબિ થઈ.

કંટ્રોલરૂમ દ્વારા બહારગામથી આવતા દર્દીઓને સીધા હોસ્પિટલોમાં જ લઈ જવા માટેની માહિતી આપવામાં આવી રહી છે. કંટ્રોલરૂમ દ્વારા 10,000 જેટલા ફોન કોલ્સ અને 3500 જેટલા વિડિયોકોલ્સ દ્વારા માહિતી પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત16મીજાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણની કામગીરીમાં ફ્રન્ટલાઈન વર્કસ સીનીયર સીજીઝન્સ, 45 થી વધુ વયના લાભાર્થીઓને તબક્કાવાર રસીકરણ કરતા 15,912 લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 10,472 વ્યક્તિઓને પ્રથમ ડોઝ 5240 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તાલીમ અને માર્ગદર્શનને લીધે કોવિડ રસી લીધા બાદ એક પણ આડઅસરનો કેસ નોંધાયો નથી.ઉપરાંત કોર્પોરેશન સાથે સંકલન કરીને સંજીવની અભિયાન થકી હોમ બોઝ કોવિડ સારવાર શરૂ કરવામાં આવી હતી. હેલ્થ ટ્રેનિંગ સેન્ટર ખાતે તબીબી શિક્ષકો, તથા ઈન્ટર્ન તબીબોની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા પૂરી પાડી રહેલ આરોગ્ય કર્મચારીઓને બાળકો ધાત્રી તથા સગર્ભા માતાઓને રસીકરણ સહિત સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થયા હતા અને લોકોને કોરોનાની સારવાર લેતા તેમજ રસી લેવા માટે પ્રેરિત કર્યા હતા.

Most Popular

To Top