SURAT

વિશ્વ પર્યાવરણ દિવસ પર સુરત એરપોર્ટ દ્વારા પ્રદર્શન યોજી પર્યાવરણ બચાવોનો સંદેશ

પર્યાવરણ દિવસ (world environment day) (5 જૂન, 2021)ના પ્રસંગે, સુરત એરપોર્ટ (Surat airport)પર એક પર્યાવરણીય જાગૃતિ અભિયાન (awareness campaign) યોજવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક સંસ્થાના વિદ્યાર્થીઓ (students) એ પર્યાવરણીય ચિંતાઓ પર 5 વર્ષ પછી આપણું ભવિષ્ય (future) કેવું લાગે છે તેની એક ઝલક દર્શાવી હતી અને બતાવ્યું હતું કે આવા મુદ્દાઓ ચિંતાનો વિષય હશે, જો આપણે પર્યાવરણ અને ઝાડ / જંગલોની કાળજી ન રાખીએ તો પછી આવનાર સમય શું હશે?

વિદ્યાર્થીઓએ જંગલ અને વૃક્ષોના અભાવને કારણે લોકોને પીઠ પર ઓક્સિજન સિલિન્ડર કેવી રીતે વહન કરવું તે દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓના ખભા પર બેઠેલા જંગલી પ્રાણીઓ બતાવવામાં આવ્યા હતા જે જંગલોની ગેરહાજરીમાં આ પ્રાણીઓ મનુષ્ય સાથે રહેવા મજબૂર બનશે. સુરત એરપોર્ટના મુસાફરો અને હિસ્સેદારોએ પ્રયત્નોની પ્રશંસા કરી અને એક વૃક્ષ વાવવાનું વચન આપ્યું હતું. સાથે જ સુરતની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એરપોર્ટ પર વૃક્ષારોપણની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી અને 50 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. જેમાં ઓલ ઈન્ડિયા મારવાડી યુવા મંચ દ્વારા વૃક્ષોની સંભાળ લેવાની સ્વેચ્છાએ જવાબદારી લીધી હતી.

મહત્વની વાત હાલ ગ્લોબલ વોર્મિંગ તરફ ધકેલાતા વિશ્વમાં પ્રદૂષકોની માત્રા વધે એવું જ આ જવાબદાર તંત્રનું ધ્યાન ક્યાં તો સ્વયંસેવી અને પર્યાવરણવાદી સંસ્થાઓએ દોરવું પડે છે અને અહેવાલો પ્રકાશિત કરવા પડે છે. અધિકારીઓ, ઉદ્યોગ મંડળના સભ્યો આ પરિસ્થિતિ પર મોનિટરિંગ રાખતા નથી. પ્રદૂષણની માત્રા વધે એટલે જ તંત્ર એક્શનમાં આવતું હોય છે. પરંતુ મોનિટરિંગ ટીમ જે હાલ ફક્ત નામની લાગી રહી છે એ પણ સદંતર નિષ્ક્રિય ન બને અને 24 કલાક સક્રિય બને એવી પણ વ્યાપક લોકમાંગ ઊઠી રહી છે. બીજી તરફ હવા પ્રદૂષણથી વર્ષે ગુજરાતને થયેલું આર્થિક નુકસાન અંદાજે 25 હજાર કરોડ રૂપિયા જેવું છે. ગુજરાતની વસતી દીઠ વહેંચી દઈએ તો દરેકનાં ખિસ્સામાંથી ૩ હજારની રકમ હવા પ્રદૂષણ સેરવી જાય છે.

પ્રદૂષિત હવા શ્વાસમાં જતાં હૃદયમાં જતા લોહીની નળીઓ બ્લોક થાય છે…
ઓછા વૃક્ષોના કારણે હવા સતત પ્રદુષિત થાય છે. પ્રદૂષિત હવા શ્વાસમાં જવાથી લોહીની નળીઓ બ્લોક થાય અને ક્યારેક હાર્ટ એટેક આવે કે પછી હૃદય સંબંધિત બીજા પ્રશ્નો ઊભા થાય છે. હવા પ્રદૂષણથી થતા આર્થિક નુકસાનમાં 40 ટકા હિસ્સો તો ફેંફસાંની બીમારીનો છે. 60 ટકામાં હાર્ટ અને અન્ય બીમારીનો સમાવેશ થાય છે. ભારતમાં નેશનલ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ હેઠળ હવાના 12 પ્રદૂષકોની ગણતરી કરવામાં આવે છે. તેમાં હવામાં રહેલો સલ્ફર ડાયોક્સાઈડ, 2.5 પીએમ કણો, 10 પીએમ કણો, ઓઝોન, સીસું, નિકલ, કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ વગેરેનો સમાવેશ થાય છે.

Most Popular

To Top