Gujarat

ગુજરાત સરકારનો નિર્ણય: 36 શહેરોમાં 4 જૂનથી હવે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે

ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ (CM Rupani) રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જોકે કર્ફ્યુના (Curfew) સમયમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી. 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે જે અનુસાર હોટલ રેસ્ટોરેન્ટ (Hotel Restaurant) રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકશે.

કોર કમીટીની બુધવારે યોજાયેલી મિટીંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યના 36 શહેરોમાં હવે દુકાનદારો સાંજે 6 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી શકશે. રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીશ્રી એ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે.

જાણો શું ખુલશે શું બંધ રહેશે?

રાજ્ય સરકારે લીધેલા નિર્ણય અનુસાર ગુજરી બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો (ઓનલાઈ શિક્ષણ સિવાય) સિનેમા ઘરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજન સ્થળો અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. લગ્ન માટે ઓનલાઈન DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે. જયારે 50 વ્યકિત્ત જ હાજરી આપી શકશે .અંતિમ ક્રિયા – દફન વિધી માટે 20 વ્યકિત્તઓને મંજૂરી રહેશે.

સરકારી, અર્ધ સરકારી, બોર્ડ નિગમોમાં, ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફે જ હાજરી આપવાની રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડાઓ સદંતર બંધ રાખવાના રહેશે. ધાર્મિક સ્થાનો પર દૈનિક પૂજા વિધી પૂજારીએ જ કરવાની રહેશે. પ્રેક્ષકો વગર સ્પોર્ટસ કોમ્પલેકસ – સ્ટેડિયમ ચાલુ રાખી શકાશે. એસટી બસો 50 ટકા ક્ષમતાએ ચાલુ રહેશે. કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી ટેક અવે અને હોમ ડિલીવરની સેવા પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની મુદત પણ વધુ એક સપ્તાહ લંબાવવામાં આવી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે.

Most Popular

To Top