વડોદરા: બાલભાવન ખાતે વાહન ચાલક યુવકે બોલાચાલી કરી કાયદા વિરુદ્ધ બચાવ અર્થે બોલાચાલી કરી પણ તેના ખોટા વિરોધથી અટક્યા વિના તેને માસ્કનો દંડ સયાજીગંજ પોલીસે ફટકાર્યો હતો. પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી માસ્ક મુદ્દે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દંડ વાહનચાલકોને ફટકારવામાં આવે છે. હજુ કોરોનાના કેસ માં ઘટાડો થયો નથી છતાં પણ શહેરના ઘણા જાગૃત નો અભાવ જોવા મળી રહ્યો છૅ અને માસ્ક વગર ફરતા હોય છે. ત્યારે આ લોકોને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા માસ્ક ન પહેરતા લોકો માટે રસ્તા પર કડક ચેકિંગ કરી દંડ ફટકારવામાં આવે છે સયાજીગંજ પોલીસની ટીમ બાલભવન પાસે માસ્ક અંગે ચેકિંગ કરી રહી હતી.
મળતી માહિતી મુજબ માસ્ક વગર નીકળેલા મીનેશ શાહ ને પોલીસે પકડી પાડયો હતો અને મિનેશ શાહે સ્વબચાવમાં 4 પોલીસ કર્મચારી સાથે બોલાચાલી કરી હતી. સાથે જ તેમણે વોર્ડ નંબર 16 ના નગરસેવક સ્નેહલ પટેલ સાથે પણ પોલીસની વાત કરાવી હતી છતાં પણ પોલીસે કોઈ રહે શરમ ભર્યા વગર ફરજ મુજબ પગલાં લઈ અને માસ્ક ન પહેરનારા મિનેષ શાહ પાસેથી એક હજારનો દંડ વસૂલ્યો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.આઇ આલે જણાવ્યું હતું કે વાહનચાલકે પોલીસ સાથે બોલાચાલી કરી હતી પરંતુ પોલીસે પોતાની માનવતા દાખવી હતી અને વાહનચાલક સામે કોઈ પણ કડક કાર્યવાહીના કરી ન હતી પોલીસે માત્ર તેને માસ્ક મુદ્દે ૧૦૦૦નો દંડ ની પાવતી આપીને તેને રવાના કર્યો હતો.