Vadodara

રામદેવના નિવેદન સામે શહેરમાં તબીબોનો વિરોધ

વડોદરા: વડોદરા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ કાળી પટ્ટી પહેરી બ્લેક ડે મનાવી દર્દીઓની સારવારમાં જોતરાયા હતા.જ્યારે ટીપ્પણી કરવા બદલ બાબા રામદેવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવા તજવીજ હાથધરી હતી.કોવિડ 19 માં એલોપેથીની સારવારથી માંડ 10 ટકા દર્દીઓ સાજા થયા અને બાકીના 90 ટકા દર્દીઓ યોગ આયુર્વેદથી સાજા થયા આ સાથે કોવિડ વેક્સિનના બે ડોઝ પછી પણ તબીબોના મોત થયા છે.તેવા ઉલ્લેખ સાથેની વિવિધ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ એલોપેથી સહિતના સમગ્ર તબીબી આલમમાં બાબા રામદેવ પ્રત્યે ઉગ્ર આક્રોશ ફેલાયો છે.

ત્યારે ફેડરેશન ઓફ રેસિડેન્ટ્સ ડોકટર્સ એસોસિએશન દ્વારા મંગળવારે કાળો દિવસ મનાવવા કરાયેલા આહવાનને પગલે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજના તબીબોએ કાળી પટ્ટી પહેરી પોતાની ફરજ નિભાવી હતી.વડોદરા આઈએમએના પ્રમુખ સહિત હોદ્દેદારોએ રાવપુરા પોલીસ મથકે બાબા રામદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પહોંચતા પીઆઈએ ફરિયાદ નહીં લેતા તેઓને પોલીસ મથકેથી વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું.વડોદરા આઈએમએના પ્રમુખ કૈલાશ બેન પરીખ અને અગ્રણી પરેશ મજમુદાર રાવપુરા પોલીસ મથકે અરજી કરવા પહોંચતા પીઆઈ એ સ્પષ્ટ જણાવ્યું હતું કે બાબા દિલ્હીમાં હોય તો અહીં ફરિયાદ કેવી રીતે લઈએ આપ કલેકટર અથવા પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરો તેમ કહેતા આઈ.એમ.એ.વડોદરા પ્રમુખે વીલા મોએ પરત ફરવું પડ્યું હતું.

Most Popular

To Top