Vadodara

પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીના સર્વે, મેપિંગ મુદ્દે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ

વડોદરા: વડોદરા મધ્યમાંથી પસાર થતી વિસ્તારમાંથી નદી પાવાગઢ થી શરૂ થઈ પિગલવાડા સુધી પહોંચે છે તેનું સેટેલાઈટ મેપ ઇન કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે હવે પાલિકા દ્વારા  વિશ્વામિત્રી નદીના સર્વે, મેપિંગ અને એક્શન પ્લાન મુદ્દે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.

વિશ્વામિત્રી નદી પુનઃજીવીત કરવા અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ મૃદ્દાઓ હતા કે વિશ્વમિત્રી નદી અને તેની આસપાસ જમીન ઉપર બિલ્ડીંગ બંધાઈ રહ્યા છે એટલું જ નહીં કેટલીક જગ્યાએ કોર્પોરેશન પોતે વિશ્વામિત્રી નદીના પટમાં કચરો ઠાલવી નદીની આસપાસ પ્રદુષણ ફેલાવી રહી છે.વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન પોતે જ ગંદુ પાણી ઠાલવી ને પ્રદુષિત કરી રહી છે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કેસ ચાલી રહયો હતો.

જેમાં હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ગેરકાયદે બાંધકામ અને જે નદી પટમાં કચરો નાખીને ગંદકી ફેલાવી છે તેનું મેપિંગ કરવા આદેશ કર્યો હતો તેની સાથે સાથે વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી નહીં છોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો . ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એન જી ટી ના ચુકાદા બાદ રિવર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વિશ્વામિત્રી નદી નું શુદ્ધિકરણ અભિયાન નો શુભારંભ કર્યો છે.

Most Popular

To Top