વડોદરા: મહિ રિસોર્ટના સંચાલક શૈલેષ શાહને પકડવા પોલીસે આજે તેના નિવાસસ્થાને છાપો માર્યો હતો. પરંતુ પોલીસ ધરપકડથી ફફડીને ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું. પાદરા તાલુકાના મુજપુર નજીક બહુચર્ચિત મહિ રિસોર્ટમાં કોવિડ મહામારી વચ્ચે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા તંત્રને જાણ થઈ હતી. પોલીસ કમિશનરના જાહેરનામાનો શિક્ષિત સંચાલક શૈલેષ શાહ અને તેના મળતિયા ઓ દ્વારા ખુલ્લેઆમ ભંગ કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
કોરોના કાળ જેવી બિમારીને અવગણીને રિસોર્ટમાં નાના બાળકોથી દંપતિઓ અને વૃધ્ધા સહિતના સેંકડો સહેલાણીઓ આનંદ ઉલ્લાસ સાથે મોજ મસ્તી કરતા હતા. તે અરસામાં જ પોલીસની એન્ટ્રીપ પડતા જ નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરીને સઘન પુછપરછ કરતા સંચાલક શૈલેષ શાહે જ રિસોર્ટ ખુલ્લુ રાખીને સહેલાણીઓને આકર્ષ્યા હતા. પોલીસે ભેજાબાજ શૈલેષ શાહ સહિત 29 ઈસમો વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કરતા જ શૈલેષ શાહ પલાયન થઈ ગયો હતો. પોલીસની ટીમે આરોપી શૈલેષને શોધવા માટે તેના ઘર તથા આશ્રયસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પરંતુ પોલીસને કોઈ જ ભાળ ના મળતા ખાલી હાથે પાછી ફરી હતી.