Vadodara

મકરપુરામાં સરકારી જમીન પરના 29 કાચા પાકા દબાણો દુર કરાયા

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા મકરપુરા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ઉભા કરવામાં આવેલા 29 કાચા પાકા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા.  અત્રે ઉલ્લેખનીય છે કે, અહીંના લાભાર્થીઓને કલાલી અને તાંદલજા ખાતેની આવાસ યોજનામાં મકાનો ફાળવી દેવામાં આવ્યા હોવાથી રાજીખુશીથી દબાણો ખાલી કરવામાં આવતા કોઈપણ વિરોધ વગર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. અને સ્થાનિકોએ દબાણો હટતા ફટાકડા ફોડીને ખુશાલી વ્યકત કરી હતી.

મકરપુરા ગામમાં રેવન્યુ સર્વે નં. 159 ની સરકારી જમીનો પર વર્ષથી કાચા પાકા મકાનો બાંધીને દબાણ કર્યું હતું. ત્યારે મહાનગર પાલિકા દ્વારા 2015 માં આ સ્થળે કોમ્યુનીટી હોલ બાંધવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. અહીંના લાભાર્થીઓને સરકારી આવાસ યોજનાના કલાલી અને તાંદલજા ખાતેના આવાસોમાં મકાનો ફાળવી દેવામાં આવ્યા હતા.

તેની મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા ફાયરબ્રિગેડ, પોલીસ જવાનો, એમજીવીસીએલ નો સ્ટાફ સાથે રાખીને બુલડોઝરો દ્વારા 29 કાચા પાકા મકાનો ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા તે માટે સ્વેચ્છાએ મકાનો ખાલી કરી આપ્યા હતા. જેથી કોઈ જ પ્રકારનો વિરોધ જોવા મળ્યો ન હતો. એનાથી ત્વરિત દબાણ હટતા સ્થાનિકોએ ફટાકડા ફોડીને આનંદ વ્યકત કર્યો હતો. આ દબાણો તોડી પાડવાની કામગીરીમાં શાસકપક્ષ તેમજ વિપક્ષના અગ્રણીઓ વિકાસના કામમાં એક મત થઈને દબાણો હટાવવામાં મદદરૂપ થયા હતા.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર લાલસિંગ રાજપૂતે મહાનગર પાિલકાની કાર્યવાહીનો વિરોધ ન કરીને જણાવ્યું હતું કે અમે વિકાસ તેમજ લોકહીતના કામોમાં હંમેશા સાથ સહકાર આપીશું મારા કાર્યકાળ વખતે બજેટમાં આ સ્થળે કોમ્યુનીટી હોલ બાંધવાનું નક્કી કરાયું હતું. ભલે મોડુ થયું પણ હવે કોમ્યુનીટી હોલ બનવા માટેના અંતરાય દૂર થયા હોવાથી જલદીથી કોમ્યુનીટી હોલ અહીં બનશે તેમ લાગે છે. મેંં અહીં રહેતા મકાન ધારકોને અન્યત્ર જગ્યા ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. અને અહીંના 29 જેટલા કાચાપાકા મકાનોને તાંદલજા અને કલાલી ખાતે મકાનો ફાળવી દેવાતા તેમણે રાજીખુશીથી જગ્યા અરજી કરી આપતા દબાણો હટાવવાની કામગીરી સરળતાથી વિના વિઘ્ને પૂર્ણ થઈ હતી.

Most Popular

To Top