Vadodara

દાહોદના આધેડે લગ્નની લાલચમાં 50 લાખ ગુમાવ્યા

દાહોદ: દાહોદમાં રહેતાં એક વ્યક્તિએ એક સમાચાર પત્રમાં લગ્ન જીવન સાથે જાેડાવવા ઈચ્છતી સ્ત્રીની જાહેરાત આપી હતી. આ જાહેરાત વાંચી રાજસ્થાનની મહિલા સહિત તેના ત્રણ સાગરીતોએ દાહોદના વ્યક્તિ પાસેથી જુદા જુદા સમયે કુલ રૂા.૪૯,૦૯,૦૦૦ પોતાના અલગ અલગ બેંન્ક એકાઉન્ટમાં ભરાવી આ રૂપીયા પડાવી લઈ છેતરપીડીં કરી છે.

દાહોદ શહેરમાં સ્વસ્તિક સોસાયટી પાસે નવજીવન મીલ રોડ ખાતે રહેતાં ૫૯ વર્ષીય મનોજકુમાર બાલકૃષ્ણ સલુજા પંજાબીએ તારીખ ૨૨.૦૭.૨૦૧૬ના આસપાસ સુપ્રસિધ્ધ એક દૈનિક અખબારમાં લગ્ન જીવવ સાથે જાેડાવવા ઈચ્છા ધરાવતી સ્ત્રીની જાહેરાત સમાચાર પત્રમાં આપી હતી. આ જાહેરાત જાેઈ રાજસ્થાન રાજ્યના બાસ અલવર જિલ્લામાં કીશનગઢ તાલુકામાં રહેતી અનીતા ચૌધરી નામની યુવતીએ મનોજકુમારનો સંપર્ક સાંધ્યો હતો. દરમ્યાન અનીતા ચૌધરી નામની યુવતીએ મનોજકુમારને લગ્ન કરવાનો વિશ્વાસ અને પાકો ભરોશો આપ્યો હતો.

આ અનીતા ચૌધરી સાથે તેના સાગરીત સાહીર મહોમંદ નુરીદ્દીન, તોફીકખાન નુરીદ્દીન, દિલીપ યાદનાઓએ પુર્વ આયોજીત કાવતરૂં રચી આ તમામે પોત પોતાના બેન્ક એકાઉન્ટમાં ૨૨.૦૭.૨૦૧૬ થી ૦૮.૦૪.૨૦૨૦ના સમયગાળામાં ૪૮,૫૯,૦૦૦ રૂપીયા મનોજકુમાર પાસેથી ટ્રાન્સફર, બેન્ક ખાતામાં ભરાવી પડાવી લીધાં હતાં.

આ બાદ એક દિવસ મનોજકુમારને રાજસ્થાનના કોટા ખાતે બોલાવ્યાં હતાં અને જ્યાં તેઓની પાસેથી દિલીપ યાદવે રોકડા ૫૦,૦૦૦ લીધાં હતાં. આ રૂપીયાનું ઉપરોક્ત ચારેય જણાએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી તેમજ શોપીંગ કરી કુલ રૂા. ૪૯,૦૯,૦૦૦ પડાવી લઈ મનોજકુમાર સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી, ઠગાઈ કરતાં આ સંબંધે મનોજકુમાર બાલકૃષ્ણ સલુજા પંજાબી દ્વારા અનીતા ચૌધરી, સાહીર મહોમંદ નુરીદ્દીન, તોફીકખાન નુરીદ્દીન અને દિલીપ યાદવ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Most Popular

To Top