Dakshin Gujarat Main

નર્મદા નદીમાં 31 હજાર કયુસેક પાણી ડિસ્ચાર્જ થતા ચોમાસા પહેલાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ

ભરૂચ: (Bharuch) ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના ૨ ટર્બાઇનો ૨૪ કલાક ચાલતા હોવાથી નર્મદા નદીમાં (Narmada River) ૩૧ હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતાચોમાસા પહેલા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ચોમાસાની આગાહી વચ્ચે નર્મદા બંધમાં ૨૦૩૭ મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હાલ ભરેલો છે, ત્યારે તંત્ર દ્વારા હાલ રીવરબેડ પાવર હાઉસના ર ટર્બાઈનો ચાલુ કરી ૨૪ કલાક ચલાવવામાં આવી રહ્યા છે. જેનાથી નર્મદા નદીમાં ૩૧ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ચોમાસા પહેલા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે.

ગોરાબ્રિજ પણ ડૂબવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, નવો પુલ બન્યો છે જેના કારણે રાહદારીઓને કોઈ તકલીફ નહિ પડે અને આમ પણ જૂનો પુલ હાલ બિનઉપયોગી જ છે. નર્મદા નદીમાં પાણી ભરાતા આગામી દિવસોમાં કુઝ બોટ ફ્રી ચાલુ થશે તેવી શક્યતાઓ છે. હાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી ૧૩૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા ડેમની જળ સપાટી ૧૨૪.૫૨ મીટર પર છે. નર્મદા કેનાલમાં ૧૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ ભર ઉનાળે વિના વરસાદે નર્મદા બે કાંઠે વહેતી થઈ છે.

ચોમાસા પહેલા જ ઉકાઈની 317.53 ફુટ સપાટી જોખમરૂપ

આ વર્ષે મે મહિનાના અંતિમ દિવસોમાં પણ ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી (Surface) 317.53 ફુટ છે. ઉકાઇ ડેમમાં પૂરતુ પાણી હોવાથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ચાલું વર્ષે પાણીની ચિંતા નથી. જો ચાલું વર્ષે ઉકાઈ ડેમમાં વરસાદ નહીં પડે તો પણ પુરતું પાણી મળી રહેશે. પરંતુ આ વર્ષે પણ જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો સુરતીઓના માથે ફરી પૂરનું (Flood) સંકટ આવી શકે છે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત (South Gujarat) અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગયા વર્ષે ભરપુર પાણી વરસ્યું હતું. ગયા વર્ષે ઉકાઈ ડેમ ધીમે-ધીમે કરીને 345 ફુટ સુધી પહોંચી જતા છલોછલ ભરાયો હતો. જેને પગલે ડેમમાં ચાલું વર્ષે ઉનાળાના અંતે પણ પાણીનો સારો સંગ્રહ છે. ઉકાઇ ડેમમાં પૂરતુ પાણી હોવાથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ચાલું વર્ષે પાણીની (Water) ચિંતા નથી. જો ચાલું વર્ષે ઉકાઈ ડેમમાં વરસાદ (Rain) નહીં પડે તો પણ પુરતું પાણી મળી રહેશે. પરંતુ પાણીની રાહતના સમાચાર સામે એક વિરાટ જળસંકટના ખતરાને પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી.

Most Popular

To Top