Vadodara

મુંબઈના કતલખાને લઈ જવાતા 18 વાછરડાં ભરેલી એક ટ્રકને ગૌરક્ષકે ઝડપી પાડી

વડોદરા: પાટણથી મુંબઈ કતલખાને લઈ જવાતા અઢાર વાછરડા ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પાડીને તાલુકા પોલીસના હવાલે કરી હતી. ટ્રકમાં ઠાંસોઠાંસ ભરેલા વાછરડાઓને સયાજીપુરા પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા હતા. શહેરના પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના ગૌરક્ષકોને મળેલ બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવીને સવારે 7-30 વાગે એકસપ્રેસ ટોલનાકા બહાર ટ્રક આંતરી હતી.

ટ્રક ડ્રાયવર કલીનરને ઉતારી અંદર તપાસ કરતા અઢાર વાછરડા અત્યંત ઠાંસીઠાંસીને ભરવામાં આવ્યા હતા. ટ્રક ચાલકને પૂછતાછ કરતા જણાવેલ કે, પાટણના અશોક ચૌધરીએ વાછરડા ભરીને મુંબઈના વાલ્મિકી કતલખાને લઈ જવા જણાવેલ છે. ગૌરક્ષકોએ મુંગા ઢોરને બચાવી લેવા તુરંત કંટ્રોલ પર જાણ કરતા પોલીસ ચાર કલાક બાદ ઘટનાસ્થળે આવી હતી. પોલીસ આવતા પૂર્વે ગૌરક્ષકો અિભષેક યાદવને અમદાવાદના અનિકેત શાહ નામનાગૌરક્ષકે ફોન કરીને ટ્રક છોડી મૂકવા જણાવ્યું હતું.

પરંતુ ગૌરક્ષકો ઢોરને કતલખાને જતા બચાવવા માટે ટસના મસ ના થતા અનિકેત શાહે નાણાંની લાલચ આપી હતી. તે પણ ના પાડતા અનિકેતે જોઈ લેવાની ધમકી આપતા એક તબક્કે ગૌરક્ષકોનો મામલો ગરમાયો હતો. ભૂખ્યા તરસ્યા અબોલ મૂંગા પશુઓને સયાજીપુરા િસ્થત પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. તાલુકા પોલીસ મથકે ડ્રાયવર કલીનર ઢોર મોકલનાર અશોક ચૌધરી, ઢોર મંગાવનાર કતલખાનાના સંચાલકો અને અનિકેત શાહ િવરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

Most Popular

To Top