SURAT

સુરતમાં ચાલુ ફરજે ટીઆરબી અને પોલીસ મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે

સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાનું નિરાકરણ આવે તે માટે પોલીસ કમિશનરે એક આદેશ કર્યો છે. જે મુજબ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસકર્મી (Traffic police) તથા ટીઆરબી જવાન પોતાની પાસે મોબાઈલ (Mobile) રાખી શકશે નહી. તેઓએ મોબાઈલ ઇન્ચાર્જ જમાદારને સોપવાનો રહેશે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબજ માથાના દુઃખાવા સમાન બની છે. શહેરના રિંગરોડ, અડાજણ, વરાછા, કાપોદ્રા, અમરોલી જેવા ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થાય છે. આ ઉપરાંત હાલમાં 3 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. આ ઉપરાંત અલગ અલગ પોઇન્ટ ઉપર ટીઆરબી જવાનો અને એલ.આર. મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈને સુરત પોલીસ કમિશનર અજય તોમરે એક આદેશ કરવામાં આવ્યો છે. કે ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસકર્મી પોતાની પાસે મોબાઈલ રાખી શકશે નહી. તેઓએ મોબાઈલ ઇન્ચાર્જ જમાદારને સોપવાનો રહેશે.

ઇન્ચાર્જ જમાદાર પાસે મોબાઇલ ફોન રહી જાય તો સીપી ઓફિસે ફોન જમા કરાવવામાં આવશે
શહેરના મહત્વના તમામ પોઇન્ટ ઇન્ચાર્જ જમાદારે પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસકર્મીઓ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે રાખવાના રહેશે. ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના છે. ફરજનો સમય પૂર્ણ થતાં મોબાઈલ પરત આપવામાં આવશે. જો કોઈની પાસે મોબાઇલ રહી ગયેલ હશે અને જમા કરાવવામાં આવેલ નહીં હોય તો તેનો મોબાઇલ પોલીસ કમિશનર ઓફિસમાં રાખવામાં આવશે.

Most Popular

To Top