સુરતઃ (Surat) શહેરમાં છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીએ તંત્રની હાલત ખરાબ કરી છે. હવે ચોમાસામાં (Monsoon) જો ડેમમાં પાણીની ભારે આવક થઈ તો વોટર મેનેજન્ટનું સંકટ ઉભું થાય તેવી દહેશત છે. આ વર્ષે મે મહિનાના અંતિમ દિવસોમાં પણ ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી (Surface) 317.53 ફુટ છે. ઉકાઇ ડેમમાં પૂરતુ પાણી હોવાથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ચાલું વર્ષે પાણીની ચિંતા નથી. જો ચાલું વર્ષે ઉકાઈ ડેમમાં વરસાદ નહીં પડે તો પણ પુરતું પાણી મળી રહેશે. પરંતુ આ વર્ષે પણ જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો સુરતીઓના માથે ફરી પૂરનું (Flood) સંકટ આવી શકે છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત (South Gujarat) અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગયા વર્ષે ભરપુર પાણી વરસ્યું હતું. ગયા વર્ષે ઉકાઈ ડેમ ધીમે-ધીમે કરીને 345 ફુટ સુધી પહોંચી જતા છલોછલ ભરાયો હતો. જેને પગલે ડેમમાં ચાલું વર્ષે ઉનાળાના અંતે પણ પાણીનો સારો સંગ્રહ છે. ઉકાઇ ડેમમાં પૂરતુ પાણી હોવાથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ચાલું વર્ષે પાણીની (Water) ચિંતા નથી. જો ચાલું વર્ષે ઉકાઈ ડેમમાં વરસાદ (Rain) નહીં પડે તો પણ પુરતું પાણી મળી રહેશે. પરંતુ પાણીની રાહતના સમાચાર સામે એક વિરાટ જળસંકટના ખતરાને પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી.
પ્રવર્તમાન વર્ષે ડેમમાં છલોછલ પાણી હોવાથી જો ચાલુ વર્ષે ભારે વરસાદ વરસ્યો તો તંત્ર માટે વોટર મેનેજમેન્ટનું સંકટ ઉભું રહેશે. ઉકાઇ ડેમના સૂત્રોનું માનીએ તો ડેમમાં ગયા વર્ષે આજની તારીખે એટલે 28 મેના રોજ સપાટી 320.17 ફુટ હતી. આ વર્ષે પણ સપાટી 317.53 ફુટ છે. વર્ષ 2019માં પાણીનું સૌથી મોટું સંકટ ઉભું થયું હતું. કારણ કે ઉનાળાના અંતિમ દિવસોમાં ડેમની સપાટી 278 ફુટ સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ ગયા વર્ષે સારો વરસાદ થતા ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિએ આવી પહોંચ્યો હતો. અને આ વખતે પણ ડેમમાં પાણીનો મોટો જથ્થો આવશે તો મોટું સંકટ ઉભું થાય તેવી શકયતાઓ પણ નકારી શકાય નહિં.
- આગામી ચોમાસા દરમિયાન ડેમના રૂલ લેવલ
- તારીખ સપાટી (ફુટમાં)
- 1 જુલાઇ 321
- 1 ઓગષ્ટ 333
- 1 સપ્ટેમ્બર 335
- 15 સપ્ટેમ્બર 340
- 1 ઓકટોમ્બર 345
- ઉકાઈ ડેમની 28 મે ના રોજની સપાટી
વર્ષ સપાટી (ફુટમાં) - 2018 278.27
- 2020 320.87
- 2021 317.53