વડોદરા: ગુજરાત સરકાર બે કરોડનો ચૂનો લગાવનાર ગોરખધંધા આચરનાર મનસુખ અને તેના પુત્ર દિક્ષીતે ડીડીઓને મુદ્દત પત્ર રુ કરીને જવાબ રજુ કરવા વધુ 10 દિવસની માંગણી કરી હતી. ધીરજ હોસ્પિટલના કાળા કારોબારના ઉઘાડા કડક પગલા ભરવા તંત્રના પણ ટુંકા પડતા હોય તેમ જણાઇ રહ્યું છે. કારણ કે ઓએસી ડીડીઓ સહિતના અધિકારીઓ સાથેનો કાફલો જોર શોરથી 13 મેના રોજ ધીરજ હોસ્પિટલમાં તપાસ કરીને 469 પેશન્ટના બદલે ફક્ત 234 પેશ્ન્ટ જ સારવાર હેઠળ હોવાનાં ભાંડો ફોડ્યો હતો.
જેમ કૌભાંડનો જવાબ તારીખ 28 સુધીમાં રજુ કરી દેતા હોસ્પિટલના સંચાલકોને તાત્કાલીક નોટીસ તો પાઢવી જ દિધી હતી. રાજકારણીઓના દોરીસંચાર અને કાયદાની આટીઘંટીના અઠંગ ખેલાડી મનાતા મનસુખ પટેલ આણી મંડળી નોટીસના જવાબ આપવાના આગલા દિવસે જ નવો ફણગો ફોડ્યો હતો. અને વધુ 10 દિવસની મુદ્દતની માંગણી કરતો પત્ર કચેરીમાં પાઠવ્યો હતો. સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જે કૌંભાડ સરાજાહેર ઉજાગર કર્યું છે. તેમાં ઘોંચ પાડવવા અને ઉચ્ચ સ્તરેથી કેસ સગેવગે કરાવીને ફુલડીમાં ગોળ ભાંગવાનો તખ્તો ઘડાતો હોય તેવું સંપૂર્ણ િચત્ર સ્પષ્ટ થતુ હોય તેવું જણાઈ રહ્યું છે.
સરકારના ભ્રષ્ટ અને ખાંધિયા રાજકીય નેતાઓના છત્રછાયામાં ભૂમાફિયા તરીકે પકડાયેલ મનસુખા આણિ મંડળીને આજ સુધી ઉની આંચ આવી નથી. તેથી જ પુરી િહમ્મતથી આ વખતે તો સરકારની જ આંખમાં ધુળ નાખીને કરોડો રૂિપયા ખંખેરવા તખ્તો ઘડી નાખ્યો છે છતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનું તંત્ર ટાઢુ બોળ થઈને બેસી રહ્યું છે.
શહેરના હિત ચિંતકોમાં તો એવુ ચર્ચાઈ રહ્યું છે કે આટલુ કૌમાંડ ઉપર ઢાંકપિછોડો કરવા ઉપરથી જ હિલચાલ આદરાઈ ચુકી છે. કારણકે મનસુખ પટેલને કાળા ધંધાના કારોબારના તમામ પાસાથી ઘડાઈ ચુક્યો છે. રાજકીય છત્રછાયા અને નાણાંા જોરે સમગ્ર કૌંભાડ ઢાંકવા સરકારના જ ખાંધિયાઓની મદદ લઈને આવળે માટે ચડાવી દેશે. જેથી આજ સુધીમાં પોતે કરેલા ગોરખધંધા રફેદફે કર્યાં તેમ આ કેસમાં પણ સરકાર તંત્ર પોટલુ વાળીને અભેરાઈ પર ચડાવી દેશે.