Surat Main

અહો આશ્ચર્યમઃ હવે સુરત પોલીસ સાયકલ ચાલકને પણ દંડ કરશે ??

સુરત: સચીન જીઆઈડીસી (sachin gidc)થી ગભેણી ગામ તરફ જતા રસ્તે આજે સુરતની ટ્રાફિક પોલીસે (Surat traffic police) રોંગ સાઈડ (wrong side) પરથી આવતા સાયકલ ચાલકને મોટર વ્હીકલ એક્ટ (moter vehicle act) મુજબનો મેમો (memo) આપી દઈ બુદ્ધીનું દેવાળું ફૂંક્યું હતું. સાયકલ કોઈપણ રીતે મોટરસાયકલની વ્યાખ્યામાં આવતી નથી ત્યારે પોલીસે કઈ રીતે આ કલમ હેઠળ મેમો આપ્યો તે કોઈને સમજાયું નહોતું. સાયકલ ચાલકને મેમો આપવાની ઘટનાએ પોલીસદળમાં પણ ચર્ચા જગાવી હતી. જોકે બાદમાં પોલીસે સ્વીકાર્યું હતું કે સાયકલ ચાલકને અપાયેલા મેમોમાં ભૂલથી બીજી કલમ લખાઈ ગઈ છે.

શહેરના પાંડેસરા હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા રાજબહાદુર યાદવને આજે ટ્રાફિક પોલીસે રોન્ગ સાઈડમાં સાયકલ ચલાવવા બદલ મેમો આપ્યો હતો. એક તો મેમો મહિલા એલઆર દ્વારા આપવામાં આવ્યો હતો. ઉપરાંત મેમોમાં જે કલમનો ભંગ લખવામાં આવ્યો હતો તે મોટર વ્હિકલ એક્ટની કલમ ટાંકવામાં આવી હતી. પોલીસે અક્કલનું પ્રદર્શન કરતાં હોય તેમ સાયકલ ચાલક ને આરટીઓ કોર્ટ મેમો આપતા સાયકલ ચાલક પણ અસમંજસમાં મુકાયો હતો કે, આ મેમોના નાણાં ક્યાં અને કઈ રીતે ચૂકવવા? સાયકલ ચાલકને મેમો આપતા સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બનવાની સાથે ભારે કુતુહલ જાગ્યું હતું. જોકે બાદમાં પોલીસે ભૂલમાં મોટર વ્હિકલ એક્ટની કલમ દાખલ કરી હોવાનું કબલ્યું હતું.

સાઈકલ ચાલકો ગમે તેમ રોડ ક્રોસ કરતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી

સચીન જીઆઈડીસીમાં રોજ સેંકડો સાઈકલ ચાલકો હાઈવે પર ડિવાઈડરની અંદરથી રસ્તો ક્રોસ કરે છે. જેને કારણે હાઈવે પર આવતા વાહનો સાથે અકસ્માત થવાના બનાવ બનતા હોય છે. જેથી સાયકલ ચાલકોને આજે મેમો આપી કાર્યવાહી કરવામાં આવી હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો.

જીપી એક્ટની કમલ 99 મુજબ સાઈકલ ચાલકને મેમો આપી શકાય

ટ્રાફિક રિજિયન-3 ના એસીપી એચ.ડી.મેવાડાએ જણાવ્યું હતું કે, મહિલા એલઆર દ્વારા ભુલમાં મોટર વ્હીકલ એક્ટ મુજબ મેમો અપાયો છે. પરંતુ સાયકલ ચાલકને ગુજરાત પોલીસ એક્ટની કલમ 99 મુજબ મેમો આપી શકાય છે. રસ્તા પર સાઈકલ નિયમ મુજબ નહીં ચલાવવા માટે આ મેમો આપવામાં આવે છે. અને આ કેસમાં માત્ર 100 રૂપિયાનો દંડ કોર્ટમાં ભરવાનો હોય છે.

સાયકલ ચાલકને અપાયેલા મેમોને કારણે સોશિયલ મીડિયામાં ભારે રમૂજ થઈ

  • બાઈક અને કાર ચાલકો બાદ હવે સાઈકલ સવારોનો વારો
  • સુરતની જાંબાઝ પોલીસે સાઈકલ સવારને મેમો આપ્યો
  • પોલીસે બુદ્ધિનું દેવાળું ફુંક્યું, સાઈકલ ચાલકને મેમો આપ્યો

Most Popular

To Top