Vadodara

શહેરમાં કોરોનાની ગતિ ધીમી પડી, 575 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા : 5 ના મોત

વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 575 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 66,843 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે 5 મરણ નોંધાતા મોંતની સંખ્યા 589 પર પહોંચી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 9,521 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 575 પોઝિટિવ અને 8,946 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 8,642 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જેમાં 8,064 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 578 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 352 અને 226 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. કુલ 4,838 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 57,612 ઉપર પહોંચી હતી. જેમાં 143 સરકારી હોસ્પિટલ,186 ખાનગી હોસ્પિટલ અને 576 દર્દીઓને હોમ આઈસોલેશન ખાતેથી રજા આપવામાં આવી છે. વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 91 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 108 દર્દીઓ, પૂર્વ ઝોનમાંથી 75 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 110 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત
થયા છે.

45થી વધુ વયના 3113 વ્યક્તિઓને રસી અપાઈ

મહાનગર પાલિકાની યાદી મુજબ 26મી મે ના રોજ વડોદરા શહેરમાં 45 વર્ષથી ઉપરના 3,113 લોકોને કોરોનાની રસી આપવામાં આવી જેમાંથી 2 હેલ્થ કેર વર્કર્સને પ્રથમ ડોઝ અને 38 હેલ્થ કેર વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો  હતો. ઉપરાંત 15 ફ્રન્ટ લાઈન વર્કર્સને પ્રથમ ડોઝ અને 31 ફ્રન્ટ લાઇન વર્કર્સને બીજો  ડોઝ આપવામાં આવ્યો હતો.  60થી વધુ વય ધરાવતા 861  વ્યસકોને પ્રથમ ડોઝ અને 20 વયસ્કોને બીજો ડોઝ આપવામાં આવ્યો. તેમજ 45થી વધુ ઉંમરના 2121ને પ્રથમ અને 25 જણાને બીજો ડોઝ આપવામાં આવ્યો.

સયાજીમાં 14 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 8 દર્દીઓ

       વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 14 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 8 દર્દીઓ સાથે કુલ આંક 280 પર પહોંચ્યો હતો.જ્યારે એસેસજીમાં 14 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.બુધવારે 4 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. તેમજ સારવાર લઈ રહેલ 1 દર્દીનું મોત નીપજ્યું હતું. એસએસજીમાં મ્યુકરમાઈકોસિસના વધુ 14 દર્દીઓ નોંધાયા છે.જેથી અત્યાર સુધીનો કુલ આંક 215 પર પહોંચ્યો છે.દિવસ દરમિયાન 14 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. એસેસજીમાં કુલ 23 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 9 તથા 14 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. મ્યુકોરમાઈકોસિસના કારણે એસએસજીમાં મોત થયું નથી.

Most Popular

To Top