વડોદરા: બે પુત્ર અને પત્નીને રસ્તે રઝળતા મૂકીને પતિએ ત્રણ વાર તલાક આપીને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા પીડીતાએ સ્ત્રી અત્યાચારની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. દેણા ગામના ઉંડા ફળીયામાં રહેતી યાસ્મીનબાનુ ચૌહાણના લગ્ન 2011 માં આરિફ ઐયુબભાઈ શેખ સાથે જ્ઞાતિના રિતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે પુત્ર બાદ પતિએ પત્નીને મહેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા મારઝુડ કરતો હતો અમે તને પાલવીએ છીએ.
સુખી થવું હોય તો પિયરમાંથી પૈસા લાવવા પડશેની ધમકી આપતા પતિએ પત્નીના કરિયાવરની તમામ ચીજવસ્તુઓ વેચી નાંખી હતી. પરિવારજનોની હાજરીમાં તકરાર કરીને ત્રણ વાર તલ્લાક બોલીને છુટાછેડા આપી દેતા પીડીતા ફફડી ગઈ હતી. યાસ્મિનબાનુને એવી જાણ થયેલ કે તેના પતિએ 18 મે ના રોજ નગમા સાદિકભાઈ દાનાવાલા સાથે ગેરકાયદેસર લગ્ન કર્યા છે. તેનું પ્રમાણ પત્ર પણ યાસ્મીનબાનુએ રજુ કર્યું હતું. તાલુકા પોલીસે અત્યાચારી પતિ િવરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.