Gujarat

રાજ્યમાં વાવાઝોડાથી ઓછામાં ઓછુ 10 હજાર કરોડનું નુકશાન: કોંગ્રેસ

વાવાઝોડાથી રાજ્યમાં હવાઈ નિરીક્ષણથી નહીં દેખાયું હોય તેવું ભયંકર નુકશાન થયું છે. બાગાયતી પાક અને ઉનાળુ પાકને ખૂબ નુકશાન થયું છે, લોકોના અસંખ્ય મકાનો પડી ગયા છે, કેટલાય મકાનોની છત પડી ગઈ છે, ગુજરાતના વડાપ્રધાન હોય તો ગુજરાતને કુદરતી આફતની સંપૂર્ણ સહાય મળવી જોઈએ, વડાપ્રધાને માત્ર 1 હજાર કરોડની જાહેરાત કરી છે, કોંગ્રેસના પ્રતિનિધિઓએ લીધેલી મુલાકાત મુજબ ઓછામાં ઓછુ 10 હજાર કરોડનું નુકશાન થયું છે, સરકારે જે જોગવાઈ અંગે સહાય કરી છે તે જોગવાઈ ઘણી જૂની છે, સહાયની જોગવાઈ સુધારવા માટે રાજ્યપાલ સમક્ષ કોંગ્રેસ પક્ષ રજૂઆત કરશે.

કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી માત્ર વૃક્ષારોપણની જાહેરાત કરે છે, વાવાજોડાને 7 દિવસ થયા છતાં હજુ સરકાર સર્વેની જ વાત કરે છે, નિયમ મુજબ તાત્કાલિક કેશડોલ ચૂકવવી જોઈએ, અસંખ્ય લોકો બેઘર થઈને આકાશ નીચે છે, ચોમાસુ આવીને ઉભું છે ત્યારે મકાન વિહોણા લોકોને તાત્કાલિક સહાય આપે, પશુઓને ખવડાવવા ઘાસ નથી, સરકાર ઘાસચારાની વ્યવસ્થા કરે, સરવે કરવાની વાર હોય તો લોકોને ઉચ્ચક રકમની સહાય કરવી જોઈએ, અસરગ્રસ્ત લોકોને તાડપત્રી આપવાની વ્યવસ્થા સરકાર તાત્કાલિક કરે, વૃક્ષારોપણ ભવિષ્યની વાત છે હાલ લોકોને જીવાડવા તે અંગે તાત્કાલિક કામ કરવું જોઈએ.

કોરોનામાં ૧.૨૫ લાખ લોકોના મૃત્યુ થયા છે, છતાં સરકાર આંકડા છુપાવી રહી છે : કોંગ્રેસ
રાજ્યમાં કોરોનાના કહેરના પગલે એક અંદાજ મુજબ ૧.૨૫ લાખ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકાર માત્ર પાંચ હજાર લોકોએ જ જીવ ગુમાવ્યા હોવાનું કહીને આંકડાઓ છુપાવી રહી છે. તો રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ થયેલા તમામ લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય આપવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કરી હતી.

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય આપવામાં આવે
અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું બિનઆયોજન અને મેઈડ મેન ડીઝાસ્ટરમાં લોકોએ જે રીતે જીંદગી ગુમાવી, ના સારવાર અને તમામ વસ્તુઓમાં લાઈન અને છેલ્લે મૃત્યુ થાય તેમના અંતિમ સંસ્કાર પણ પોતાના સ્વજનો ન કરી શકે, તેમાં પણ લાઈન હોય આ પરિસ્થિતિ શરમજનક કહી શકાય, સમગ્ર રાજ્યમાં કોરોનામાં જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, તે પરિવારોએ ચાર લાખ રૂપિયાની સહાય મળે અને એ સમગ્ર બાબતે રાજ્ય સરકાર સંવેદનશીલતા જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક સંનિષ્ઠ પ્રયાસ ગુજરાતના નાગરિકો માટે કરવામાં આવ્યો છે.

Most Popular

To Top