તા. 16/05/21ના ‘‘ગુજ.મિત્ર’’ની રવિવારીય પૂર્તિમાં દિનેશ પંચાલનો ‘‘બુલેટ ટ્રેન : વિકાસની દેન’’ શીર્ષક હેઠળનો વિચારણીય લેખ વાંચી આ ચર્ચાપત્ર લખવા પ્રેરાયો એમણે સમાજમાં જે નવીનીકરણ જે પણ થાય છે તે લોકો દ્વારા ઝટ સ્વીકારાતું નથી તેની વાત કરીને એમણે સૂર્ય ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે તેની વાત કરી છે. આપણા દેશમાં સૂર્ય પ્રકાશ લગભગ આખું વર્ષ રહે છે તો સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ પ્રજા કરી શકે તે માટે સરકારે તેનું વ્યાપારી કરણ કરી એમાંથી વધુ આવક રળવાની વાત છોડી પ્રજાને ઓછા ખર્ચે એ સૌર ઊર્જા સહેલાઈથી મળી શકે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ જેથી ગરીબ માણસ પણ સૌર ઊર્જાનો સદુપયોગ કરી શકે.
સમાજમાં જે કંઈ નવો સુધારો આવે છે તેનો તો પહેલા વિરોધ થાય છે. દા.ત. પતિના અવસાન થતાં તેની પત્ની સતિ થતી એ સુધારો ધીમે ધીમે સમાજમાં સ્વીકાર્ય બન્યો. જે કંઈ નવી શોધ થાય છે તે સમાજની પ્રજાના હિતમાં જ હોય છે. જુનવાણી અર્થહીન રિવાજોને દૂર કરી નવી ક્રાંતિના મંડાણ થવા જ જોઈએ. વૈજ્ઞાનિકોએ કોરોના અને એના જેવા અન્ય રોગો, વાયરસ જે જીવલેણ હોય છે તેને માટે પણ સંશોધન કરવું જોઈએ. આગ લાગેને કૂવા ખોદવા જેવું નહીં.
નવસારી- મહેશનાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.