National

ફેસબુક અને ટ્વિટર બંધ થશે? સરકારે આપેલી સમયમર્યાદા આજે પૂરી થઈ, FBએ કહ્યું કે…

કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના આઈટી મંત્રાલય (ministry of it) વતી નિર્દેશ આપ્યા હતા જે મુજબ ડિજિટલ કન્ટેન્ટ (digital content)નું નિયમન કરવા માટે ત્રણ મહિનામાં ફરિયાદ નિવારણ અધિકારી, કમ્પલાયન્સ અધિકારી, નોડલ અધિકારીને તૈનાત કરવા જણાવ્યું હતું અને તમામનું કાર્યક્ષેત્ર ભારત (Indian office)માં હોવું જોઈએ.

કેન્દ્રે આપેલા આદેશ (order by center govt) મુજબ કંપનીઓએ કમ્પલાયન્સ અધિકારીની નિમણૂક કરવી પડશે અને તેમનું નામ તેમજ સરનામું ભારતમાં હોવું જોઈએ. 15 દિવસમાં ફરિયાદનું નિવારણ (complaint solve in 15 days) કરવાની વ્યવસ્થા કરવી જોઈએ, વાંધાજનક પોસ્ટ પર નજર રાખવા જેવી સામાન્ય બાબતોને નવા નિયમોમાં આવરી લેવામાં આવી છે. સાથે જ નવા નિયમો હેઠળ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મે (social media platform) સરકારના નિર્દેશ અથવા કાયદાકીય આદેશ બાદ 36 કલાકની અંદર વાંધાજનક સામગ્રીને હટાવવી પડશે. અત્યાર સુધીમાં દેશમાં એકમાત્ર માઈક્રો બ્લોગિંગ સાઈટ કૂ(Koo) દ્વારા નવા આઈટી નિયમ 2021નું પાલન કરવામાં આવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા માટે નવા નિયમોના અમલ માટે FBએ કહ્યું કે તૈયારી શરૂ કરી છે, અને એફબી, ઈન્સ્ટા, ટ્વિટર સહિતના પ્લેટફોર્મ્સે આવતીકાલે નવા આઈટી નિયમોનું પાલન કરવું પડશે..

ફેસબુક અને ટ્વિટર જેવા મોટાભાગનાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, જેમનો વપરાશ 50 લાખથી વધુ યુઝર કરે છે, તેઓ હજુ સુધી નવા સરકારના નિયમનું પાલન નથી કરી શક્યા. નવા નિયમ માટે આ કંપનીઓને સરકાર દ્વારા 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે આજે એટલે કે 25 મે ના રોજ સમાપ્ત થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટા ભાગના બહુરાષ્ટ્રીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નવા નિયમોનું પાલન કરી રહ્યા નથી. જો 25 મે સુધી આ નિયમ વિશે કોઈ રિપોર્ટ સરકારને ન આવે, તો કોઈ પણ વપરાશકર્તાની પોસ્ટ માટે કંપનીને કાયદેસર રીતે જવાબદાર પણ ઠેરવી શકાય છે. 

સરળ ભાષામાં, જો કોઈ સોશિયલ મીડિયા પરની પોસ્ટ અથવા સામગ્રીથી ખુશ નથી, તો તે સામગ્રી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોસ્ટ કરનારી વ્યક્તિને કોર્ટમાં લઈ જઈ શકે છે. હજી સુધી, વચેટિયાઓને કારણે કંપનીઓને આમાં કાનૂની સુરક્ષા આપવામાં આવી રહી હતી. આ વર્ષે 25 ફેબ્રુઆરીએ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અને માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ માર્ગદર્શિકા વિશે પ્રેસ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કંપનીને આ નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top