National

મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય: સંક્રમિત વ્યક્તિ હવે ઘરે નહીં રહી શકે, ફરજિયાત કોવિડ કેર સેન્ટર જવું પડશે

મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટરમાં (Covid Care Center) જવું પડશે, એટલે કે, ઘરમાં એકાંતમાં રહેવાની સગવડ દૂર થઈ ગઈ છે. સરકારને એવી માહિતી મળી રહી હતી કે લોકો હોમ આઈસોલેશનનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા નથી જેનાં કારણે ઘણી જગ્યાએ કોરોના ફેલાઇ રહ્યો છે. આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, અમે હાઈ પોઝિટિવિટી રેટવાળા 18 જિલ્લામાં હોમ આઈસોલેશન બંદ કરવાનો નિર્ણય કર્યો છે. આ જિલ્લામાં દર્દીને કોરેન્ટાઈન સેન્ટર જવું પડશે, હોમ આઈસોલેશનની મંજૂરી નહીં હોય.

મહારાષ્ટ્રના એવા જિલ્લાઓમાં જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે ત્યાં હોમ આઈસોલેશનની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. કોલ્હાપુર, સાંગલી, સતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગીરી, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલધના, વાશીમ, બીડ, ગડચિરોલી, અહેમદનગર, ઉસ્માનબાદ જિલ્લામાં હોમ આઈસોલેશનની સગવડ બંધ કરી દેવામાં આવી છે. અહીં કોરોના પીડિત થવા પર આઈસોલેશન સેન્ટર જવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેનો મતલબ એ થયો કે કોરોના પીડિત હોવા પર ઘરમાં રહીને કોરોનાની સારવાર કરાવી નહીં શકાય.

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે કોરોનાના કેસ મામલે એક રિવ્યૂ મીટિંગ કરી હતી. ડેપ્યૂટી સીએમ અજિત પવારની સાથે મીટિંગમાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પણ સામેલ હતા. કોરોનાની પ્રથમ અને બીજી લહેરની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી છે. બીજી લહેરમાં હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. કોરોના દર્દીના આંકડામાં સુધારો જોવા મળી રહ્યો છે. તેને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ નિર્ણય કર્યો છે. હવે હોસ્પિટલો અને કોવિડ સેન્ટર ઉપર દબાણ ઘટી ગયું છે. આ કારણોસર, ઘરના એકાંતને દૂર કરીને, હવે નવા દર્દીઓને કોવિડ સેન્ટરમાં દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી દર્દીઓની વધુ સારી રીતે કાળજી લેવામાં આવશે અને અન્યમાં ચેપનું જોખમ ઓછું થશે.

જણાવી દઈએ કે દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં બે કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને કુલ દૈનિક કેસની સંખ્યા બે લાખની અંદર આવી છે. જોકે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ત્રણ લાખને પાર કરી ગયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો સાજા પણ થયા છે. 

Most Popular

To Top