Charchapatra

બધાએ જ કમાઇ લેવું છે?

જીવન જરૂરીયાતની મોટા ભાગની વસ્તુઓમાં મોંઘવારીએ દેશમાં માઝા મુકેલ છે એમાય આજે કોરોના દરદીઓ માટે ઉપકારક રેમડેસીવર ઇંજેકશનની તંગી, તબીબી સારવાર મોંઘી અને ઉપલબ્ધ નથી અને દરદીઓ માટે જ ઉપકારક નારિયેળ, સંતરા અને કિવી જેવા જરૂરી ફળોના મન ફાવે તેવા ભાવો લેવામાં આવે છે. દેશમાન કોરોના દરદીઓ માટેના જરૂરી ઓકસીજનના અભાવથી દેશમાન અફરાતફરીનો માહોલ ઉભો થયો છે.

દેશમાં નફાખોરી, કાળાબજારી અને સંઘરાખોરીન દેશના નાગરિકો આજે હેરાન પરેશાન છે. રાજય સરકારોએ પક્ષીય હિત ન વિચારતા સંઘરાખોરો અને કાળાબજારીયાઓ પર ત્વરીત કડક પગલાની આવશ્યકતા છે. કોરોના કાળનો આ વર્ષ ઉપરાંતનો સમય પુણ્ય કમાવાનો અવસર માનીને દેશના સર્વે વેપારીઓએ, ધંધાર્થીઓએ શ્રી સવાના ભારતીય સંસ્કૃતિના સનાતન અને જરૂરી નિયમને જ ખરા અર્થમાં અપનાવીને પોતે સાચી રીતે સુખી થવાની તથા બીજાને સુખી કરવાની જરૂર છે.

વેપારીઓ વર્ષોથી દિવાળીના ચોપડઓ પર શ્રી સવા લખતા રહયા છે જેનો અર્થ એક રૂપિયા પર 25 ટકા જ વધારે નફો લઇને દરેક વસ્તુ વેચવી જોઇએ તે છે. 100 રૂપિયાની વસ્તુના 200, 500 કે 1000 રૂપિયા કદાપિ ન જ લેવાય જેની નોંધ ઉપરવાળો અચૂક લેતો જ હોય છે. આપણે ઘરના બારણા પર અત્યાર સુધી પ્રથમલાભ અને પછી શુભ લખતા હતા અને અપનાવતા હતા અને એ એક વર્ષ ઉપરાંતના સમયથી ચાલુ રહેલ અને દેશવાસીઓને ત્રાહિમામ કરતા કોરોના કાળમાં હવે પ્રથમ આપણે લાભ ભૂલીને બીજા માટેનો શુભ અપનાવીને સર્વે માટેના શુભનો સંકલ્પ કરીને નાગરિકોને ઉપકારક બનીને આવતા ભવ માટેનું પુણ્ય કમાવાની જરૂર છે. અમદાવાદ- પ્રવિણ રાઠોડઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top