Charchapatra

મિલાવટ કરનાર ઠગો

આઝાદ ભારતમાં ઠગ-ઘુતારાઓએ સ્વતંત્રતાની પરિભાષા બદલી છે-એ સ્પષ્ટ થયું છે, કેમકે ઠગોએ મિલાવટ માટેની સ્વતંત્રતા મેળવી લીધી છે. પ્રશ્ન એ છે કે ધુતારાઓને આવી સ્વતંત્રતા આપે છે કોણ?

રોજબરોજની ખાવા-પીવાની ચીજ વસ્તુઓમાં મોટે પાયે મિલાવટ થાય છે. દૂઘ, ધી, ચા, તેલ, મસાલા અને મીઠાઈ… વગેરેમાં ભેળસેળ કરનારાઓની ભરમાર છે.આવા ધુતારાઓનો ભૂતકાળ પણ આવો જ હતો એવું પ્રકાશિત કરવામાં આવે છે તો ઢીલ ક્યાં છે? કાયદાની ભૂમિકા માટે વિચાર કરવો રહ્યો કારણ કે કોરોના મહામારીના કહેરમાં સતત થઈ રહેલાં માનવ મૃત્યુથી સૌ ભયમાં છે ત્યારે નકલી રેમડેસિવિર ઈન્જેકશનની આખા ફેકટરી ચલાવતાં ઠગોનું કૌંભાડ બહાર આવ્યું કોરોનાથી વધી રહેલા ગંભીર દર્દીઓને આવા નકલી રેમડેસિવિર અપાતા તેઓ મોતને ભેટયો હશે? આ કારણે કેટલાયે સ્વજનોને ગુમાવ્યા હશે? વિચારીએ તો ભય લાગે છે.

બીજી મિલાવટની વાત કરીએ તો-લગ્નમાં પીરસાતો કેરીનો રસ ઉનાળામાં સૌને ગમે પણ કેરીના પકવવામાં રસાયણોનો ઉપયોગ,સાથે મિલાવટમાં પપૈયાના માવા એસેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળામાં કેરી અને તરબૂચને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તરબૂચને કુત્રિમ રીતે પકવવા માટે ઈન્જેકશન આપવામાં આવે છે. ઈન્જેકટ કરવામાં આવેલા તરબૂચમાં વિવિધ રસાયણો હોય છે જે શરીરને અત્યંત હાનિકારક છે. કહેવાય છે કે આજકાલ તમામ પ્રકારના ફળો અને શાકભાજી બનાવટી રાતે પકવવામાં આવે છે ફળને મોતું કરવા ઓકસીરોસિનનું ઈન્જેકશન આપવામાં આવે છે.

સ્વસ્થ રહેવા લીલા શાકભાદી ખાઓ,વિવિધ પ્રકારના ફળો ખાઓ આપણેજ શારભાજી-ફળો આરોગ્ય સુધારવા, જીવન ટકાવવા ઉપયોગમાં લઈએ છે તે કુદરતી છે કે કૃતિણ? ઓળખવાના ઘારા-ઘોરણ કારગત નથી. પછી કહેવાય છે કે ભારતમાં અસાઘ્ય રોગો વધી રહ્યા છે! ખાવાનું આન્ન નથી તે નાની ચોરી માટે પકડાય તેને ચહેરો ટી.વી સમાચારમાં ચમકે પણ મોટા ઠગ-ધુચારાવા ચહેરા ઢાંકી રાખવામાં આવે છે. આવું કેમ બને છે? અહીં મને કવિ કરસનદાસ માણેકની રચના યાદ આવે છે. ‘‘દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના: લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કામધેનુને જડે ના એક સૂકું તણખલું ને લીલીંછમ ખેતરો સો આથલા ચરી જાય છે.

નવસારી – કિશોર આર. ટંડેલઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top