Gujarat

કોરોનાના કેસો ઘટ્યા, નવા ૩૭૯૪ કેસ વચ્ચે ૫૩ દર્દીએ દમ તોડયો

રાજ્યમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જ્યારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૭.૮૮ લાખ સુધી પહોચ્યાં છે. હાલમાં રાજ્યમાં ૭૫,૧૩૪ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૬૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૭૪,૪૮૨ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ મનપામાં ૫૪૫ કેસ , વડોદરા મનપામાં ૩૬૭ , સુરત મનપામાં ૨૮૪, રાજકોટ મનપામાં ૧૭૮, જામનગર મનપામાં ૧૦૨, ભાવનગર મનપામાં ૬૯ , જુનાગઢ મનપામાં ૬૮, અને ગાંધીનગર મનપામાં ૩૫ કેસ નોંધાયા છે. જયારે અન્ય જિલ્લાઓમાં ૨૦૮૮ કેસ નોંધાયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સારવાર દરમ્યાન રાજમાં ૮૭૩૪ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે રાજ્યમાં દર્દીઓનો રીકવરી રેટ ૮૯.૨૬ ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૭૦૩૭૬૦ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ મનપામાં ૭, વડોદરા મનપામાં ૩, સુરત મનપામાં ૨, રાજકોટ મનપામાં ૧, જામનગર મનપામાં ૪, ભાવનગર મનપામાં ૧, જુનાગઢ મનપામાં ૧ દર્દીનુ મૃત્યુ થયુ છે, કોરોનાના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૯૫૭૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

વધુ ૧૬૮ લાખનું રસીકરણ થયુ
રાજયમાં આજે ૧.૬૮ લાખનું રસીકરણ થયુ છે. જેમાં હેલ્થ વર્કરો પૈકી ૧૯૫૭ ને પ્રથમ ડોઝ , હેલ્થ વર્કરો પૈકી ૩૮૯૦ને બીજો ડોઝ , ૪૫ વર્ષથી વધુ ઉમરના ૧૦૭૬૦૯ને પ્રથમ ડોઢ , ૪૫ વર્ષથી વધુ ઉમરના ૧૫૪૫૬ લોકોને બીજો ડોઝ અને ૧૮થી ૪૫ વર્ષ સુધીના ૩૯,૩૩૬ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Most Popular

To Top