પારડી: (Pardi) પારડી પંથકમાં હાલ તાઉતે વાવાઝોડામાં અનેક ખેડૂતોની કુમળી કેરીઓ (Mango) ઝાડ ઉપરથી પવનના કારણે તૂટી પડી હતી. જેના કારણે પારડી એપીએમસી (APMC) માર્કેટમાં અમૂક વેપારીઓએ ખેડૂતોની મજબુરીનો લાભ ઉઠવ્યો હતો. જેમાં એક મણ કેરીના 150 થી 200 રૂપિયા આપી ખેડૂતો (Farmers) પાસે ઊંઘાડી લૂંટ ચલાવી હોવાની બુમ ઉઠી હતી.
- કેસર કેરીના ભાવો માત્ર 600 રૂપિયા મણ
- ક્રેનિંગવાળા કેરીને ગેસથી પકાવવામાં આવતી હોવાના કિસ્સા બહાર આવ્યા
- વલસાડ જિલ્લાની કેરી વિદેશમાં મોકલવામાં આવે છે
પારડી એપીએમસીમાં ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવતા હોવાની વાત સામે આવી છે. અહીં વેપારીઓ દ્વારા પાણીના ભાવે કેરી ખરીદવામાં આવી રહી છે. આ કુમળી કેરી માત્ર ક્રેનીગ કંપનીમાં રસ બનાવવામાં ઉપયોગ કરાતો હોય છે. ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાની કેરી વિદેશમાં મોકલવામાં આવતી હોય છે. આ તરફ કેરી ગેસથી પકવવામાં આવી હોવાની ચર્ચાએ બજારમાં જોર પકડ્યુ છે. ત્યારે ક્રનિંગ કંપનીવાળા કેરીને ગેસથી પકાવી વિદેશમાં પણ મોકલવાનો ચોંકાવનાર કિસ્સો બહાર આવ્યો છે. તો બીજી તરફ આ વર્ષે કેરી ખાવાના શોખિનો ખાતા પહેલા 100 વાર વિચારજો.
આ ઉપરાંત વાવાઝોડામાં કેરી પડી ગઈ હતી. જેના ભાવમાં ખેડૂતો પાસે લૂંટ ચલાવનાર વેપારીઓને પારડી તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખે ખખડાવ્યા હોવાની વિગતો ચર્ચામાં આવી રહી છે. જે ખેડૂતોની મજબુરીનો લાભ અમુક વેપારીઓએ લીધો હતો.
પારડીના કોટલાવમાં ખેડૂતની વાડીમાંથી કેરી ચોરતો રિક્ષા ચાલક ઝડપાયો
પારડી : પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામની ખેડૂતની વાડીમાંથી રાત્રે કેરીની ચોરી કર્યા બાદ સવારે કોથળા અને કેરેટમાં કેરી લઈ જતા રિક્ષા ચાલકને પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે પકડી પાડ્યો હતો. ખેડૂતે કેરી ચોરનાર પારડી પોણીયાના બે ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉમરસાડી કોટલાવ ગામમાં રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા અશોક વલ્લભ પટેલ આજે વહેલી સવારે ૬ વાગ્યે પોતાની વાડીમાં કેરી જોવા ગયા હતા. દરમિયાન રીક્ષા નં. જીજે ૧૫ એયુ 5935 તેમની વાડીમાંથી બહાર નીકળતી જોતા રિક્ષાને અટકાવી હતી. રિક્ષામાં તપાસ કરતા મીણીયાના કોથળામાં અને કેરેટમાં કેરી ભરેલી હતી. અશોકભાઈએ રિક્ષાચાલકને નામ પુછતાં તેણે પોતાનું નામ રાજુ કેશવ પટેલ (રહે.પોણીયા રેલવે ફળિયા) હોવાનું જણાવ્યું હતું. કેરી બાબતે પૂછતાં રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે પોણીયામાં હનુમાન ફળિયામાં રહેતા સાગર દીપક નાયકા અને નિતીન સુરેશ હળપતિ બન્ને જણાએ રાત્રે કેરી ચોરી સંતાડીને લઈ ગયા હતા. સવારના કેરી લઈ આવવા માટે ઘરે આવીને કહ્યું હતું જેથી કેરી લેવા આવ્યો છું. કેરીના વજન અંગેની તપાસ કરતા 10 મણ કેરી રૂ.5,000 ની સાગર અને નિતીન બંનેએ રાત્રે ચોરી કરી હતી. રિક્ષાચાલક રાજુને ખેડૂતે પકડી પાડ્યો હતો. પારડી પોલીસ મથકમાં ખેડૂત અશોકભાઈએ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે સાગર અને નીતિન સામે ચોરીનો ગુનો દાખલ કરી આ બાબતની વધુ તપાસ પીએસ આઇ બી.એન ગોહિલે હાથ ધરી છે.