Charchapatra

કેજરીવાલે જે કર્યું તે ગુજરાત કેમ ન કરે?

દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકડાઉનમાં રોજે રોજનું કમાઇ ખાનારાઓની હાલત કફોડી બની છે. તેવા સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે દિલ્હીમાં કુલ 72 લાખ રેશનકાર્ડધારકો છે. આ તમામ લોકોને આગામી બે મહિના સુધી મફતમાં રાશન આપવામાં આવશે. આ સિવાય દિલ્હીમાં જેટલા પણ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકો છે તેમને બધાને પાંચ પાંચ હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. થોડાક સમય અગાઉ મજૂરોને પણ આ પ્રકારની મદદ આપવામાં આવી છે. કોરોના સંકટ અને ઘણા દિવસોથી લાગુ લોકડાઉન વચ્ચે દિલ્હી સરકારે લીધેલો આ નિર્ણય સ્તુત્ય અને આવકારદાયક છે. અન્ય રાજયોની સરકાર માટે અનુકરણીય પણ છે.
મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top