સુરત: (Surat) શહેરની તમામ બેંકો (Bank) દ્વારા તેમના ખાતાધારકોને મેસેજ કરી 23 મેના રોજ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે એનઇએફટી (NEFT) સર્વિસ બંધ રહેશે. તેથી રૂપિયા ટ્રાન્સફર નહીં કરવાની સૂચના આપી છે. બેંકો દ્વારા જે સૂચના આપવામાં આવી છે તે મુજબ ખાતેદારો 23મેના રોજ રાતના 1 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી એનઇએફટીનો ઉપયોગ કરી શકશે નહીં.
- 23 મેના રોજ એનઈએફટી સર્વિસ 13 કલાક સુધી બંધ રહેશે
- શહેરની તમામ બેંકોએ ખાતેદારોને 23 મેના રોજ રાતના 1 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી એનઇએફટી નહીં કરવા મેસેજ કર્યા
દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે વેપારીઓ અને કોર્પોરેટ સેક્ટર સહિત નાના અને મધ્યમ વર્ગીય વ્યવસાયિકો હવે ડિજિટલ ટ્રાન્સફર તરફ વળ્યા છે. જો કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ શુક્રવારે તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી આ માહિતી આપવામાં આવી હતી. જેના પગલે શહેરની તમામ રાષ્ટ્રીયકૃત બેંક અને કોઓપરેટિવ બેંકોએ ખાતેદારનો મેસેજ કરી 23 મેના રોજ એનઇએફટી નહીં કરવાની સૂચના આપી છે. પણ એનઇએફટી સિવાય આરટીજીએસ અને આઇએમપીએસનો પણ ઉપયોગ લોકો કરે છે. તે સિવાય મોબાઇલ એપ્લિકેશન અને બેંકોની એપ્લિકેશનનો ઉપયોગ પણ વધ્યો છે. પરંતુ 2 લાખ સુધીની રકમની ટ્રાન્સફર કરવા માટે એનઇએએફટી અન્ય વિકલ્પો કરતાં સુવિધાજનક હોવાથી લોકો એનઇએફટીને પ્રાધાન્ય આપે છે. એનઇએએફટીનો ચાર્જ અન્ય ડિજિટલ વિકલ્પો કરતાં ઓછો હોવાથી પણ વેપારી વર્ગ એનઇએફટી પસંદ કરે છે.
પાવર ટેક્સ યોજના હેઠળ બંધ થયેલી સુરતની બંને યાર્ન બેંક ફરી શરૂ કરાવો: વિવર્સોની રજૂઆત
કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પાવરટેક્સ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી યાર્ન બેંકની સ્કીમ સાથેની યોજના નિષ્ફળતાનું કારણ આપી બંધ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં ટેક્સટાઇલ સિટી સુરતમાં પ્રારંભમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે અને પાછળથી રેગ્યુલર સ્કીમ તરીકે આ યોજના સુરતની બંને યાર્ન બેંકમાં સફળ રહી હતી અને તેનાથી નાના વિવર્સને લાભ થતો હોવાથી વિવિંગ સંગઠનોએ આ યોજના ચાલુ રાખવા માંગ કરી છે. પાંડેસરા વિવર્સ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતી, વેડ રોડ-કતારગામ વિવર્સ એસો.ના પ્રમુખ દેવેશ પટેલ, વિમલ બેકાવાલા, ભૂપેન્દ્ર ચાવાલા, હિમાંશુ બોડાવાલા અને અનિલ દલાલ સહિતના પ્રતિનિધિમંડળે સાંસદ સી.આર.પાટીલને રજૂઆત કરી હતી કે, પાડાના વાંકે પખાલીને ડામ ન અપાવો જોઇએ. દેશનાં અન્ય રાજ્યોમાં આ યોજના નિષ્ફળ થઇ હોય તો ત્યાં બંધ કરવી જોઇએ. સુરતમાં પાંચસો જેટલા નાના-મોટા વિવર્સને આ યોજનાનો લાભ મળતો હતો.
યાર્ન બેંકને લીધે સુરતના વિવર્સને બજાર ભાવ કરતાં પ્રતિ કિલોએ 2થી 3 રૂપિયા સસ્તા ભાવે યાર્ન મળે છે, તે હવે મળવાનું બંધ થશે. ટેક્સટાઇલ કમિશનર દ્વારા તા.31 માર્ચ-2020ના રોજ દેશભરમાં કાર્યરત યાર્ન બેંક બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે પછી હવે સરકાર યાર્ન બેંકને બેંક ગેરંટી સામે આપેલી મૂડી 15 દિવસમાં પરત માંગી રહી છે. તેને લઈ સુરતના વિવિંગ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે. સરકાર બેંક ગેરંટી સામે આપવામાં આવેલી મૂડી પરત માંગી રહી છે. માત્ર વેડ રોડની યાર્ન બેંકે 100થી 125 ટનનું ટર્ન ઓવર કર્યું હતું. આ યાર્ન બેંક દ્વારા 1.48 કરોડની સામે બેંક ગેરંટી આપવામાં આવી હતી. ગુજરાતમાં આ પ્રોજેક્ટ ચાલુ રાખવા ટેક્સટાઇલ મિનિસ્ટર સ્મૃતિ ઇરાની અને ટેક્સટાઇલ કમિશનરને રજૂઆત કરાશે.