National

મોટો નિર્ણય: રાજસ્થાનમાં મ્યુકોરમાયકોસિસને ‘મહામારી’ જાહેર કરી, આ રાજ્યોમાં પણ વધુ કેસ

રાજસ્થાનમાં બ્લેક ફંગસ(MUCORMYCOSIS)ને મહામારી રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આની ઘોષણા કરતાં ગેહલોત સરકારે કહ્યું કે કાળી ફૂગ જોખમી સ્વરૂપો લઈ રહ્યું છે અને તે ઘણા રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેથી તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મ્યુકોરમાયકોસિસ અથવા કાળી ફૂગ એ દુર્લભ ફંગલ ચેપ (FUNGAL INFECTION) છે. પરંતુ આ એક ગંભીર ચેપ છે, જે મોલ્ડ અથવા ફૂગના જૂથ દ્વારા થાય છે. આ મોલ્ડ આખા પર્યાવરણમાં ટકી રહે છે. અને તે સાઇનસ અથવા ફેફસાંને અસર કરે છે. 

જ્યારે વધુ સ્ટેરોઇડ્સ આપવામાં આવે ત્યારે કાળી ફૂગનું જોખમ: ગુલેરિયા
કોરોના (CORONA VIRUS)થી અથવા ચેપ દરમિયાન સ્વસ્થ થતાં દર્દીઓમાં કાળી ફૂગની સંભવતા રહેલી છે. આને કારણે દર્દીઓ મરી પણ રહ્યા છે. એઈમ્સ દિલ્હીના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે માત્ર પાંચથી 10 દિવસ માટે સ્ટીરોઇડ્સની જરૂર હોય છે, જો આ દવાઓ દર્દીને વધુ દિવસો માટે આપવામાં આવે તો કાળી ફૂગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. જો સ્ટેરોઇડ્સ આપતા હોવ તો, દર્દીની સંપૂર્ણ દેખરેખ રાખવી તે પણ આરોગ્ય કર્મચારીઓની જવાબદારી છે. કાળી ફૂગથી બચવા માટે દર્દીની દેખરેખ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જાણો આના લક્ષણો શું છે:
કેન્દ્રીય આરોગ્ય (MINISTRY OF HEALTH) પ્રધાન ડો.હર્ષ વર્ધનસિંહે ટ્વિટ કર્યું છે કે આંખોમાં લાલાશ અથવા દુખાવો, તાવ, ઉધરસ, માથાનો દુખાવો, શ્વાસની તકલીફ, સ્પષ્ટ દેખાતું નથી, ઉલટી થવી, લોહી આવવું અથવા માનસિક સ્થિતિમાં પરિવર્તન કાળી ફૂગના લક્ષણો છે.

દેશમાં મ્યુકોરમાયકોસિસનો કોઈ મોટો રોગચાળો ફાટ્યો નથી : કેન્દ્ર સરકાર

અગાઉ મ્યુકોરમાયકોસિસ, જે એક ફૂગનો ચેપ છે, તે કોવિડ-૧૯ના દર્દીઓમાં અને ખાસ કરીને એવા દર્દીઓમાં જોવા મળે છે જેઓ ડાયાબિટિક હોય છે પણ તેનો કોઇ મોટો રોગચાળો (NOT A PANDEMIC) નથી એમ નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું હતું. જો કે હવે આ ચેપને રાજસ્થાને મહામારી જાહેર કરી દીધી છે, અને અન્ય રાજ્યોમાં પણ આ ચેપ ઝડપથી ફેલાય રહ્યો છે.

આ રાજ્યોમાં કેસો ઝડપથી વધ્યા છે
નોંધપાત્ર વાત એ છે કે કોરોનાની બીજી તરંગ વચ્ચે કાળી ફૂગના કેસોમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, દિલ્હી અને કર્ણાટક ઉપરાંત કેટલાક અન્ય રાજ્યોમાં પણ આ કેસો ઝડપથી વધી રહ્યા છે.  સાથે જ હરિયાણા સરકારે કાળી ફૂગને નોટિફિએબલ રોગ (NOTIFIED DISEASE) તરીકે જાહેર કર્યો છે. 

Most Popular

To Top