Vadodara

રેમડેસિવિરનુ વધુ એક કૌભાંડ સામે આવ્યું ગોત્રીના પ્લાન્ટ ઓપરેટર સહિત ત્રણ ઝડપાયા

       વડોદરા : ગોત્રી મેડિકલ કોલેજનો પ્લાન્ટ ઓપરેટર રેમડેસીવીરના કાળાબજાર કરવાના કૌભાંડમાં ક્રાઈમબ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ગુનામાં સામેલ કોલેજનો સર્વન્ટ શૈલેષ તથા વર્ષા ડામોરની પણ સીધી સંડોવણી જણાતા ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. ભેજાબાજ શૈલેષ ફરાર થઈ જતા ક્રાઈમ બ્રાંચે વોન્ટેડ જાહેર કર્યો હતો.

આજે વધુ એક કાળાબજારીયા ગેંગનો ભાંડો ક્રાઈમ બ્રાંચે જ ફોડયો હતો. ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી. આર. ખેરને મળેલ બાતમી આધારે કૌભાંડનો પર્દાફાશ કરવા છટકુ ગોઠવ્યું હતું. ગોત્રી મેડિકલ કોલેજના ઓક્સિજન પ્લાન્ટમાં સોહિલ ઓપરેટરની ફરજ બજાવતો ¸હતો. ડમી ગ્રાહકો કોઈપણ ભાવે છ ઈન્જેકશન ખરીદવા તૈયારી દાખવતા ભેજાબાજ સોહીલે બે ઈન્જેકશન સ્ટોકમાં હોવાનું જણાવ્યું હતું. ગોત્રી મેડિકલ હોસ્પિટલના કંપાઉન્ડમાં જ છટકુ ગોઠવાયું હતું.

ડમી ગ્રાહકે પંદર હજાર આપીને સોહેલ પાસેથી ઈન્જેકશન ખરીદતા પીઆઈ ખેર તથા તેમની ટીમે સોહેલને ઝડપી પાડયો હતો. ક્રાઈમ બ્રાંચે કાળાબજારના નાણાં તથા ઈન્જેકશન કબજે કરીને આરોપીની કડકાઈભરી પુછતાછ કરતા વધુ બે આરોપીના નામ ખુલ્યા હતા. કોલેજનો સર્વન્ટ પ્રજાપતિએ સોહીલને 14 હજારમાં ઈન્જેકશન પુરા પાડયા હોવાની કબુલાત કરી હતી. એક હજારનું કમિશન લઈને કાળાબજાર કરતા શૈલેષને પણ સકંજામાં લીધો હતો. જે ઈન્જેકશન શૈલેષ કોિવડ વોર્ડમાં સર્વન્ટની ફરજ બજાવતી વર્ષા પ્રતિક ડામોરે રહેવાસી રાજુનગર શાંતિપાર્કની બાજુમાં મકરંદ દેસાઈ રોડ િદવાળીપુરા આપ્યું હતું.

આમ હોસ્પિટલમાં જ ફરજ બજાવતી કાળાબજારીયાઓની ત્રિપુટી આયોજનબધ્ધ ઈન્જેકશનોના કાળાબજાર કરતી ઝબ્બે થઈ ગઈ હતી. સોહીલ પાસેથી એક મોબાઈલ તથા રોકડ કબજે કરતી ક્રાઈમ બ્રાંચે આરોપીઓ િવરૂધ્ધ ગુનો દાખલ કરીને ઉંડી તપાસ હાથ ધરી છે.

કાળાબજારીયા ત્રિપુટી ગોત્રી મેડિકલ કોલેજમાં 11 માસના કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવીને ખાનગીમાં ગોરખધંધા કરતી હતી. ત્રણેય આરોપીઓ પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષાએ કોવિડના દર્દીને આપવાનું ઈન્જેકશન દર્દીનું મરણ થતા ફ્રીજમાં છુપાવી રાખ્યું હતું. તે પણ ક્રાઈમબ્રાંચે કબજે કર્યું હતું. 

Most Popular

To Top