Gujarat

વાવાઝોડા વચ્ચે કોરોનાની રફતાર ધીમી પડી, નવા ૬૪૪૭ કેસો : ૬૭ દર્દીએ દમ તોડ્યો

ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડુ વચ્ચે મંગળવારે રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૬૪૪૭ કેસો નોંધાયા છે. જ્યારે ૯૫૫૭ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ હતી. સારવાર દરમ્યાન રાજ્યમાં વધુ ૬૭ દર્દીઓએ દમ તોડયો હતો, આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૭,૬૬,૨૦૧ સુધી પહોંચી જવા પામી છે.

રોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ ક્હ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ મનપામાં ૧૮૬૨ કેસો, વડોદરા મનપામાં ૪૪૨, સુરત મનપામાં ૩૨૨, રાજકોટ મનપામાં ૧૮૭, જામનગર મનપામાં ૧૭૨, જુનાગઢ મનપામાં ૧૧૩, ભાવનગર મનપામાં ૮૯ અને ગાંધીનગરર મનપામાં ૭૫ કેસો નોંધાયા છે. આ રીતે મનપા વિસ્તારોમાં ૩૨૬૨ કેસો નોંધાયા છે. જ્યારે બાકીના ૩૧૮૫ કેસો રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયા છે. હાલમાં રાજયમાં ૯૬,૪૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ૭૫૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ૯૫,૬૮૮ દર્દીઓની તબિયત સ્થિર છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ મનપામાં ૧૨, વડોદરા મનપામાં ૪, સુરત મનપામાં ૭, રાજકોટ મનપામાં ૩, જામનગર મનપામાં ૪, ભાવનગર મનપામાં ૨ અને ગાંધીનગર મનપામાં ૧ દર્દીનું મૃત્યુ થયુ હતું. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૯૨૬૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. મંગળવારે સારવાર દરમ્યાન રાજ્યમાં ૯૫૫૭ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૬૬૦૪૮૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના કારણે કોરોનાના દર્દીઓનો રીકવરી રેટ ૮૬.૨૦ ટકા સુધી પહોંચી ગયો છે.

Most Popular

To Top