દાહોદ: સારસી ગામ નજીક ટોઇંગ ક્રેનના ચાલકે બે મોટર સાયકલને અડફેટે લેતા એક બાળકનું ઘટનાસ્થળે મોત:અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે સારસી ગામ પાસે આવેલા મુવાલિયા ક્રોસિંગ નજીક અવારનવાર અકસ્માતો થતા રહે છે.ત્યારે આજે આજે મોડી સાંજે પણ બે બાઈક સવાર પોતાની મોટર સાઇકલ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા.
તેવા સમયે અચાનક સામેથી મધ્યપ્રદેશ તરફથી ટ્રક ને ટોઇંગ કરીને અમદાવાદ તરફ જતા ક્રેનના ચાલકે બેઉ મોટર સાઇકલ સવારને અડફેટે લેતા ઘટના સ્થળે જ અઢી વર્ષના નાના બાળકનું મોત નીપજ્યું હતું ત્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.જોકે આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.
પરંતુ અજાણ્યો વાહન ચાલક પોતાના કબ્જાની વાહન લઈને ફરાર થયો હતો.અને 108 ને જાણ કરાતા 108 દ્રારા અન્ય ત્રણ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને દાહોદના સરકારી દવાખાને મોકલી દેવાયા હતા અને તાલુકા પોલીસને જાણ તેમજ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને ઘટનામાં જાન ગુમાવનાર બાળકની મૃતદેહને સરકારી દવાખાને મોકલી આપ્યુ હતું.
જોકે ક્રેન ચાલકને દાહોદ તાલુકા પોલીસે ખોડીયાર હોટલ પાસેથી ઝડપી પોલીસ મથકે લાવી આગળની તપાસ હાથ ધરી છે.