uncategorized

તૌકતે વાવાઝોડાનું જોર: અનેક જગ્યાએ સામે આવ્યા આવા તારાજીના દૃશ્યો

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ અનેક જગ્યાએ ભારે તારાજી સર્જી હતી. વાવાઝોડું (Cyclone) સોમવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચી ગયું હતું અને તેની ભારે અસર વર્તાવા માંડી હતી. દરિયામાં જોરદાર મોજા ઉછળવાની સાથે ભારે પવન સાથે આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) પણ પડ્યો હતો. તૌકતે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રે જ શરૂ થઈ જવા પામી હતી. દ્વારકા, પોરબંદર, સોમનાથ, અમરેલી, જાફરાબાદ, ભાવનગર વિગેરે જગ્યાએ જોરદાર પવન સાથે દરિયાના જોરદાર મોજા ઉછળવા (Strong waves rise) માંડ્યાં હતાં. વાવાઝોડાને કારણે સોમનાથમાં પણ આઠથી નવ ફૂટ મોજા ઉછળ્યા હતાં.

અમરેલી અને જાફરાબાદમાં બોટ તણાયાના પણ અહેવાલો મળ્યાં હતાં. દ્વારકામાં પણ દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં હતાં. દીવમાં વીજપુરવઠો તકેદારીરૂપે બંધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે રાજકોટનું એરપોર્ટ આગામી તારીખ 19 સુધી બંધ કરવામાં આવ્યું છે

સોમનાથ જિલ્લાના કોડીનાર માં ગામોમાં સ્થિતિ ખૂબ જ વણસી હતી. ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો અને કાચા મકાનોના છાપરા ઉડયા હતાં. વાવાઝોડાને લીધે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પોરબંદર જૂનાગઢ જિલ્લામાં જોરદાર પવન ફૂંકાયો હતો. ઘણી જગ્યાએ વૃક્ષો અને વીજપોલ પણ ધરાશાયી થયા હતાં.

સોમનાથ, વેરાવળ, નવસારી, પોરબંદર, વલસાડ અને દિવ સહિતના તમામ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. સાથેજ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. પરિસ્થિતિને પગલે સમગ્ર ગુજરાતમાં લગભગ 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top