Comments

કેન્દ્ર સરકારે રસી સંપૂર્ણ ભાવે ખરીદવી જોઈએ, જેથી રસી ઉત્પાદક કંપનીઓ રાજ્ય સરકાર પાસે વધુ કિંમતનું ભારણ ન નાખે

કોરોના મહામારીથી છૂટકારો મેળવવા માટે એસ્ટ્રાજેનેકા દ્વારા નિર્મિત ‘કોવિશિલ્ડ’ દેશની મુખ્ય રસી છે. જેને ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એસ્ટ્રાજેનેકા પાસેથી લાઇસન્સ લઈને બનાવવામાં આવી રહી છે. જેમાં વ્યવસ્થા કરવામાં આવી છે કે, સીરમ ઇન્સ્ટિટ્યુટ આ રસીને જે ભાવમાં વેચશે તેનો અડધા ભાવ એસ્ટ્રાજેનેકાને રોયલ્ટી તરીકે આપવામાં આવશે. તેથી, જો સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ રસી કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં વેચે છે, તો 75 રૂપિયા એસ્ટ્રાજેનેકાને આપવામાં આવશે. આ રસી મોંઘી થવાનું મુખ્ય કારણ આ રોયલ્ટી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે, કંપની 150 રૂપિયામાંથી તેમને માત્ર 75 રૂપિયા મળે છે. તે કિંમતે કોવિશિલ્ડનું ઉત્પાદન શક્ય નથી. જેથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ રસી રાજ્યોને 300 રૂપિયામાં વેચવા માંગે છે. જેમાંથી 150 એસ્ટ્રાજેનેકાને રોયલ્ટી તરીકે આપવામાં આવશે.

આ વિષયના બે પરિણામો છે. પહેલું એ કે રસી મોંઘી થવાનું મુખ્ય કારણ એસ્ટ્રાજેનેકાને આપવામાં આવતી રોયલ્ટી છે. અને બીજું કારણ એ છે કે, કેન્દ્ર સરકાર આ રસી 150 રૂપિયામાં ખરીદી રહી છે. જેના પર સીરમ ઇન્સ્ટિટ્યૂટ તેને સપ્લાય કરવા તૈયાર નથી. તેથી રાજ્ય સરકારોએ તેને 300 રૂપિયામાં ખરીદવી પડશે. જેનો અર્થ એ છે કે, રાજ્ય સરકારો પાસેથી રસીનો ઊંચો ભાવ લઈને કેન્દ્ર સરકારને સબસિડી આપવામાં આવી રહી છે. જો કેન્દ્ર સરકાર કોવિશિલ્ડનો યોગ્ય ભાવ સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપે તો તે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાજ્ય સરકારોને સસ્તી રસી ઉપલબ્ધ થઈ શકે છે. આખો દેશ મહામારીની લપેટમાં છે તેથી રસી ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિક જવાબદારી કેન્દ્ર સરકારની છે. તેથી, કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને વાજબી ભાવ આપવો જોઈએ અને સસ્તામાં રસની ખરીદીનો ભાર રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર ના મૂકવો જોઈએ. કેન્દ્ર સરકારની ભૂમિકા રાજ્યોના બચાવની હોવી જોઈએ રાજ્યોના શોષણની નહીં.

બીજો વિષય આ રોયલ્ટીની રકમ આંગનો છે. 1995માં અમે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)નું સભ્યપદ સ્વીકાર્યું હતું. ડબ્લ્યુટીઓના સભ્યપદનો એક નિયમ હતો કે, પ્રોડક્ટ પેટન્ટ આપવાનો હતો. પેટન્ટ બે પ્રકારના હોય છે. એક છે. ‘પ્રોડક્ટ પેટન્ટ’ એટલે કે માલ ઉપર આપવામાં આવેલ પેટન્ટ અને બીજું પ્રોસેસ એટલે કે બનાવવાની પદ્ધતિ માટેની પેટન્ટ. ઉદાહરણ તરીકે એસ્ટ્રાજેનેકાએ લોખંડનો સળિયો ગરમ કર્યો અને એક પટ્ટી બનાવીને તેને બજારમાં વેચી. જેને ગરમ કરવું ‘પ્રોસેસ’ હતી અને સળિયો ‘પ્રોડક્ટ’ હતો. 1995 પહેલાં અમારો કાયદો એવો હતો કે કોઈપણ વ્યક્તિ માલ અથવા પ્રોડક્ટ અન્ય પ્રક્રિયા અથવા પ્રક્રિયા અથવા પ્રોસેસથી બનાવી શકે છે. ત્યારે સમાન પ્રોડક્ટને બીજી પ્રક્રિયાથી બનાવવાની છૂટ હતી. ઉદાહરણ તરીકે જો એસ્ટ્રાજેનેકાએ લોખંડના સળિયાને ગરમ કરીને સ્ટ્રિપ બનાવી હોય તો બીજી વ્યક્તિ તેને હથોડીથી સ્ટ્રિપ બનાવીને તેને એસ્ટ્રાજેનેકાની જેમ બજારમાં વેચી શકે છે.

જ્યારે ‘પ્રોડક્ટ પેટન્ટ’માં તમે કોઈપણ પ્રોસેસ અથવા પ્રક્રિયાથી તેવા જ માલ જેવી લોખંડની સ્ટ્રિપ બનાવી શકતા નથી. તેથી ભૂતકાળમાં જો એસ્ટ્રાજેનેકાએ કોવિશિલ્ડ બનાવી હોય તો અન્ય ઉદ્યોગકારો બીજી પ્રક્રિયા દ્વારા સમાન રસી બનાવવા માટે મુક્ત હતા. પરંતુ આજે ઉદ્યોગકારો બીજી પ્રક્રિયા દ્વારા કોવિશિલ્ડ બનાવવા માટે મુક્ત નથી. કારણ કે, અમે ડબ્લ્યુટીઓના નિયમો અનુસાર પ્રોડક્ટ પેટન્ટ લાગુ કર્યું છે. તેથી આપણે એસ્ટ્રાજેનેકાને મોટી રકમની રોયલ્ટીના રૂપે ચૂકવવી પડી રહી છે અને આ રસી આપણા માટે મોંઘી થઈ રહી છે.
ડબ્લ્યુટીઓમાં એવી જોગવાઈ છે કે, રાષ્ટ્રીય સંકટ સમયે સરકારને કોઈપણ પેટન્ટને બળપૂર્વક રદ કરવાનો અને માલનું ઉત્પાદન કરવા માટેનું લાઇસન્સ આપવાનો અધિકાર હશે. ઉદાહરણ તરીકે, જો આજે ભારત પર રાષ્ટ્રીય સંકટ છે તો ભારત સરકાર આ રસી બનાવવા માટે બળજબરીથી કોવિશિલ્ડ બનાવવા માટેનું લાઇસન્સ ખોલી શકે છે અથવા અન્ય ઉદ્યોગકારોમાં સ્થાનાંતરિત કરી શકે છે. આ ચિંતાજનક બાબત છે કે, આટલું ગંભીર સંકટ છતાં ભારત સરકાર ફરજિયાત લાઇસન્સ આપવા માટે ખચકાટ કરી રહી છે.

પરંતુ ભારત સરકારે આ પેટન્ટ્સને સમગ્ર વિશ્વને ખોલવા માટે ડબ્લ્યુટીઓમાં દક્ષિણ આફ્રિકા સાથે અરજી કરી છે. પરંતુ ભારત સરકાર પોતે જ આગળ વધીને આ ફરજિયાત લાઇસન્સ જારી કરવામાં અચકાઇ રહી છે. તેની પાછળ ભારત સરકારને ડર છે કે, જો ફરજિયાત લાઇસન્સ જારી કરવામાં આવે તો બધી મલ્ટીનેશનલ કંપનીઓ આપણી સામે ભેગી થઈ જશે. તેથી આ મુદ્દે ભારત સરકારનું જે પણ મૂલ્યાંકન હશે તેનો આપણે આદર કરવો જોઈએ. જો કે હું આ ભયને નિર્મૂલ માનું છું. 1995માં ડબ્લ્યુટીઓ સંધિ પર હસ્તાક્ષર કરતી વખતે અમને કહેવામાં આવ્યું હતું કે, ડબ્લ્યુટીઓ હેઠળ આપણાં કૃષિ પેદાશો માટે વિકસિત દેશોના બજારો ખુઈ જશે અને તેનો આપણને ફાયદો થશે. જેની સામે ઉપર જણાવેલ પેટન્ટ્સથી આપણું નુકસાન ઘટી જશે. પરંતુ આજે, 25 વર્ષ પછી તે સ્પષ્ટ થઈ ગયું છે કે, વિકસિત દેશોએ આપણા કૃષિ નિકાસ માટે પોતાનું બજાર ખોલ્યું નથી. તેથી જ ડબ્લ્યુટીઓ આજે આપણા માટે ખોટનો સોદો છે. આપણને ખુલ્લા વેપારનો ફાયદો ભાગ્યે જ મળ્યો છે. જ્યારે કોવિશિલ્ડના સંદર્ભમાં જણાવેલ પેટન્ટથી આપણને વધારે નુકસાન થઈ રહ્યું છે.

આપણે આગળનું વિચારવું જોઇએ. કોરોના વાયરસ પરિવર્તનશીલ છે અને બીજા તબક્કામાં તેના નવા સ્વરૂપો સામે આવી શકે છે. તેથી, આપણે તરત જ ત્રણ પગલા ભરવા જોઈએ. પહેલું એ છે કે, કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ ખરીદવા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટને વાજબી કિંમત ચૂકવવી જોઈએ જેથી તે રાજ્યો પર કોઈ વધારાનો ભાર ન લાદે. કેન્દ્ર સરકારની ભૂમિકા કુટુંબના કર્તાની એટલે કે પિતાની હોય છે અને રાજ્ય સરકારની ભૂમિકા આશ્રિત પુત્રની હોય છે. તેથી કેન્દ્ર સરકારે યોગ્ય કિંમત ચૂકવવી જોઈએ. બીજું એ કે, સરકારે તાત્કાલિક માત્ર એસ્ટ્રાજેનેકા જ નહીં પરંતુ ફાઈઝર અને રશિયાની સ્પુટનિક જેવી તમામ રસીઓને પણ ફરજિયાત લાઇસન્સ આપવું જોઈએ. જેથી આપણા દેશના ઉદ્યોગકારો પૂરતા પ્રમાણમાં બનાવી શકે. ત્રીજું એ કે, સરકારે ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા બનાવેલ કોવાક્સિનનું લાઇસન્સ વાજબી ભાવે ખરીદવું જોઈએ અને તેને સમગ્ર દુનિયા માટે ખુલ્લુ મૂકવું જોઈએ. જેથી સમગ્ર વિશ્વની કંપનીઓ તેમના લોકો માટે કોવાક્સિન બનાવીને ઉપલબ્ધ કરાવી શકાય અને આપણે આ સંકટમાંથી બહાર આવી શકીએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top