Gujarat

રાજ્યમાં કોરોના નવા કેસ 9061, મોતનો આંક પણ ત્રણ ડિજિટમાંથી ઘટીને 95 થયો

રાજ્યમાં નવા 9,061 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 12 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્ય 95 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 9039 થયો છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ શહેરમાં 12, સુરત શહેરમાં 8, સુરત ગ્રામ્યમાં 6, વડોદરા શહેરમાં 5, વડોદરા ગ્રામ્યમાં 4, રાજકોટ શહેરમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 5, જામનગર શહેરમાં 4, ભાવનગર શહેર 3, જૂનાગઢ શહેર 3, જૂનાગઢ ગ્રામ્યમાં 5, કચ્છમાં 3, મહેસાણામાં 4, સહિત કુલ 95 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 2396, સુરત શહેરમાં 598, વડોદરા શહેરમાં 569, રાજકોટ શહેરમાં 274, ભાવનગર શહેરમાં 172, ગાંધીનગર શહેરમાં 94, જામનગર શહેરમાં 239 અને જૂનાગઢ શહેરમાં 201 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 208, જામનગર ગ્રામ્ય 123, વલસાડ 118, મહેસાણા 234, વડોદરા ગ્રામ્ય 465 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,11,263 વેન્ટિલેટર ઉપર 791 અને 1,10,472 દર્દીઓ સ્ટેબલ છે. બીજી તરફ આજે 15,076 દર્દીઓ સાજા થયા છે.

આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,24,107 દર્દીઓ સાજા થયા છે. આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 31301, આમ આજે કુલ 31301 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં 1,47,83,212 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top