Gujarat

રાજ્યમાં એક પણ દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યું થયુ નથી : રૂપાણી

આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજયમાં એક પણ દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યું થયું નથી. કેન્દ્ર દ્વ્રારા ગુજરાતને પૂરતો ઓક્સિજનનો જથ્તો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાની કોરોના સંક્રમણ સ્થિતિના આંકલન અને સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુર કલેકટર કચેરી ખાતે યોજાયેલ સમીક્ષા બેઠક બાદ બનાસ મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સગા-વ્હાલા અને ર્ડાક્ટર, નર્સ તથા મેડિકલ સ્ટાફને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું.

તેમણે દર્દીઓના સંબંધીઓને મળીને રાજ્ય સરકાર દ્વારા અપાતી આરોગ્ય સેવાઓ વિશે પૃચ્છા કરી અને ખબર- અંતર પૂછ્યા હતાં. રૂપાણી એ સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું.બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ આ ઓક્સિજન પ્લાન્ટ માં પ્રતિ કલાકે ૫૦ ક્યુબિક મીટર ઓક્સિજન હવામાંથી બનશે.

જેનાથી દર કલાકે ૭ જેટલાં જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે . આમ ૨૪ કલાકના ૧૬૮ જેટલાં જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે. એટલે કે રોજના ૧૨.૬૦ લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન આ પ્લાન્ટ ધ્વારા કરીને કોરોના સંક્રમિત દર્દીઓની સારી રીતે સારવાર કરી શકાશે તેમ પાલનપુર સીવીલ સુપ્રિન્ટેન્ડેટ ર્ડા. સુનિલ જોષીએ જણાવ્યું હતું.

Most Popular

To Top