Surat Main

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વાવાઝોડું ‘તૌકતે’ સુરતને પણ અસર કરશે, કયા કયા ગામોને અસરો?

સુરતઃ સંભવત: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વાવાઝોડું તૌકતે (TAUKTAE CYCLONE) રવિવારે રાત્રે અરબ સાગર (ARABIAN SEA)માં સુરતથી 100 કિ.મી. (BEFORE SURAT 100 KM) દૂરથી પસાર થઈ જશે પરંતુ સુરત માટે પણ સંકટના વાદળો લઈને આવશે.

વાવાઝોડની અસરને કારણે સુરતમાં આશરે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જિલ્લા કલેકટરે સુરત જિલ્લાના ત્રણ તાલુકાના કાંઠાના ગામોને હાઈએલર્ટ (SHORES VILLAGES ALERT) કરી દીધા છે.વાવાઝોડાને કારણે તેની અસર આજે સવારથી જ સુરત પર દેખાવા માંડી હતી. સુરતમાં સવારથી સૂર્ય દેખાયો નહોતો અને વાદળો છવાયેલા (CLOUDY WEATHER) રહ્યાં હતાં.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તૌકતે વાવાઝોડું અરબસાગરમાં ડિપડિપ્રેશન સક્રિય થતા હવે સાયક્લોનમાં પરિવર્તિત થશે. હાલના તબક્કે વાવાઝોડું આગામી તા.18મીના રોજ મળસ્કે કચ્છ ઉપર હીટ કરે તેવી આગાહી છે. પરંતુ જો ગુજરાતનું નસીબ સારૂંરહ્યું તો આ સાયક્લોન છેલ્લી ઘડીએ હવાના જોરથી ફંટાઇ સીધું કરાચી ઉપર પણ ત્રાટકી શકે છે. શહેરમાં આજે સવારથી જ વાવાઝોડાની અસર વર્તાવાનું શરૂ થયું હતું. સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીથી રાહત મળી હતી.

તૌકતે વાવાઝોડાને કારણે સુરત ઉપર થનારી અસરની વાત કરીએ તો આ વાવાઝોડું સુરતથી આશરે 100 કિલોમીટર દૂર દરિયામાંથી પસાર થાય તેવી સંભાવના છે. જો આટલા દૂરથી પસાર થશે તો શહેરમાં પ્રતિકલાક આશરે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જેથી નુકશાન થવાની સંભાવના છે. ખાસકરીને કાંઠાના ગામોમાં કાચા મકાનોમાં રહેતા હોય, મકાનના બાંધકામ ચાલતા હોય, પતરાના મકાન અને શેડ હોય તેવા સ્થળો પર વધારે નુકશાનની વકી છે.

વાવાઝોડા સામે સુરત જિલ્લાના 3 તાલુકા 20 ગામોને સાબદા કરાયા, એનડીઆરએફની કુમક તૈનાત કરાઈ

સુરત જિલ્લા કલેકટરે વાવાઝોડાની અસરને પગલે ઓલપાડ તાલુકાના સાત ગામો, ચોર્યાસી તાલુકાના દસ ગામો તેમજ મજુરા તાલુકાના દરિયાકાંઠાના ત્રણ ગામોને સાવધ કરાયા છે. ઝીંગા તળાવો ઉપરથી આશરે 800 મજુરોને સ્થળાંતરણ કરાયું છે. સુરત જિલ્લામાં એનડીઆરએૅફની કુમક પણ તૈનાત કરી દેવાઇ છે.

કેરી અને કેળાના પાકને નુકશાનની ભીતિ

સુરત જિલ્લામાંથી પસાર થનારા વાવાઝોડાની અસર સમસ્ત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે થશે તેને પગલે ખાસ કરીને આંબા ઉપર ઝૂલી રહેલી કેરીઓને નુકશાન થશે . સામાન્ય રીતે અખાત્રીજ બાદ સાગ પડે છે. એટલે હવે ધીરેધીરે કેરીની વાડીઓમાં કેરી પાડવાનું ચાલુ થશે. કેટલાય ગામડાઓની આંબાવાડીમાં આ હાલત છે. વાદળછાયુ વાતાવરણ અને જો વરસાદી ઝાપટા પણ પડશે તો કેરીને નુકશાન થશે. તેવી જ રીતે કેળાના પાક લેનારા ખેડૂતો પણ ચિંતામાં છે. કેમ કે કેળાની લૂમ લાગી હોય તેવા સ્થળે ટેકા લગાવવા પડે તેવી હાલત છે. જેથી પવનની ગતિ વધારે હોય તો પાક ખરી ન પડે.

વાવાઝોડું કચ્છ અથવા કરાંચી ઉપર ત્રાટકે તેવી સંભાવના

તૌકતે વાવાઝોડું આજે બપોરે કર્ણાટક સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાના દર કલાકની મુવમેન્ટ ઉપર નજર છે. આવતીકાલે સવારે વાવાઝોડું મુંબઈ સુધી પહોંચશે. અને ત્યારબાદ ત્યાંથી સાંજે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે થઈ મોડીરાત્રે સુરત નજીકથી પસાર થશે. અત્યારની પરિસ્થિતિને જોતા તૌકતે કચ્છ ઉપર હિટ કરે તેવી સંભાવના છે. વાવાઝોડું ગુજરાત ઉપર હીટ કરે કે નહીં કરે તેની અસર જરૂર વર્તાશે.

દક્ષિણ ગુજરાત માટે તૌકતેને કારણે થનારા ફાયદા

તૌકતે વાવાઝોડું સિઝનનું પહેલું સાયક્લોન છે અને જે મે મહિનામાં જ આવી ગયું છે. આ વાવાઝોડાને કારણે મે મહિનાના તાપમાનમાં ઘટાડો થતા રાહત થશે. મોટા સમૂહમાં વાદળો આવશે તો ચોમાસું વહેલા આવવાની શક્યતા છે. અને પ્રિ-મોન્સુન એક્ટિવિટી વહેલા શરૂ થઈ જશે.

કયા કયા ગામોને અસરો થશે

મજુરા તાલુકો: ડુમસ, સુલતાનાબાદ, મગદલ્લા, ખજોદ
ચોર્યાસી તાલુકો: જુનાગામ, સુંવાલી, હજીરા, વાસવા રાજગરી , દામકા, મોરા, ભટલાઈ
ઓલપાડ તાલુકો: દાંડી, લવાછા, ભગવા, દેલાસા, મોર, પારડી ઝાખરી, કરંજ, નેશ, આદમોર, મન્ડ્રોઇ, ડભારી, ટૂંડા, ભાંડૂત, પિંજરત, તેના, જીણોદ, મિરઝાપુર, કુદીયાણા, કુવાદ, કાછોલ, બરબોધન, કપસી, કોબા, ઠોઠબ, પારડી, કોબા, અસનાડ, કરમોલી, હાથીશા

Most Popular

To Top