Dakshin Gujarat Main

‘તૌકતે’ વાવાઝોડું આવવાની સંભાવના: ધોલાઈ બંદરે બોટોને પરત બોલાવવામાં આવી

બીલીમોરા : ગણદેવી તાલુકામાં વર્ષનું પ્રથમ ‘તૌકતે’ વાવાઝોડું (tauktae cyclone) આવવાની સંભાવના (probability) છે. જેને કારણે ગણદેવીનાં 10 અને જલાલપોર તાલુકાનાં 26 મળી કુલ 36 ગામોને એલર્ટ (36 villages alert) કરાયા હતા. માછીમારોને દરીયો નહી ખેડવા સૂચના અપાઈ છે. આપતકાલીન (emergency) સ્થિતિને પહોંચી વળવા ધોલાઈ બંદરે (dholai port)થી દરીયો ખેડવા નીકળેલી બોટોને પરત બોલાવવામાં (boat are recall) આવી રહી છે.

દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર (arabian sea)માં સક્રિય ડિપ્રેશન હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઇ રહ્યું છે. દરિયામાં ઉઠેલું વરસાદી વાવાઝોડું લક્ષદ્રીપ તરફથી આગામી ચારેક દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. વાવાઝોડું સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેને કારણે નવસારી કલેક્ટર કચેરીએ શુક્રવારે બેઠક મળી હતી. જેમાં જલાલપોર તાલુકાના 26 અને ગણદેવી તાલુકાના 10 ગામોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે.

ગણદેવી તાલુકા કાંઠા વિસ્તારનાં મેંધર ભાટ, માસા, મોવાસા, માછીયાવાસણ, વાડી, ભાગડ, ધોલાઈ બીગરી, પોસરીને એલર્ટ માટે તાકીદ કરાઈ છે. વાવાઝોડાનું સંકટ ટળે નહી ત્યાં સુધી તલાટીઓને હેડક્વાર્ટર નહી છોડવા તેમજ બદલાતી સ્થિતિની વિગતો મોકલવા સૂચના અપાઈ હતી. જિલ્લા તાલુકા વહીવટી ટીમો સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. તૌકતે વાવાઝોડાનો સામનો કરવા વહીવટી તંત્રએ પગલાં લેવાના શરૂ કર્યા છે. ધોલાઈ બંદરેથી માછીમારી કરવા નીકળેલી બોટોને પરત ફરવા અને દરીયો નહી ખેડવા ફિશરીઝ વિભાગે સૂચના આપી હતી.

સતર્ક કરાયેલા ગણદેવી તાલુકાના ગામો
માસા, મોવાસા, માછીયાવાસણ, વાડી, ભાગડ, મેંધર, ભાટ, બીગરી, ધોલાઈ અને પોંસરી

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top