અભિનેતા રાહુલ વ્હોરા (ACTOR RAHUL VOHRA)નું રવિવારે નિધન (DEATH) થયું હતું. રાહુલ વ્હોરા લાંબા સમયથી કોરોના (CORONA) ચેપમાં હતા અને તેમને દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તાહિરપુરમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહુલ વોહરાએ તેમના મૃત્યુના આગલા દિવસે ફેસબુક પર પોસ્ટ (FB POST) કરીને લખ્યું હતું કે, “જો મને સારી સારવાર મળી હોત, તો હું બચી શકત.”
આશ્ચર્યની વાત છે કે રાહુલ વોહરાએ પોતાના મૃત્યુ પહેલા જ ફેસબુક પર જાહેર કરી દીધું હતું કે “જો મને સારી સારવાર મળી હોત, તો હું બચી શકત.” ત્યારે હવે તેની પત્ની જ્યોતિ તિવારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને રાહુલનો આ વીડિયો (VIDEO) શેર કર્યો છે. જેમાં અભિનેતા હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી બેદરકારી (NEGLIGENCE) વિશે જણાવી રહ્યા છે. અભિનેતાની પત્નીએ પણ તેના પતિ અને અભિનેતા રાહુલ વ્હોરા માટે ન્યાય માંગ્યો છે.
જ્યોતિ તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ (INDTAGRAM) હેન્ડલથી પતિ રાહુલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘મારો રાહુલ ચાલ્યો ગયો દરેકને ખબર છે પણ કેવી રીતે ગયો તે કોઈને ખબર નથી. રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તાહિરપુરમાં આવી સારવાર કરવામાં આવે છે. હું આશા રાખું છું કે મારા પતિને ન્યાય મળશે. એક બીજા રાહુલે આ દુનિયા છોડવી જોઈએ નહીં. ‘ જ્યોતિએ શેર કરેલા વીડિયોમાં રાહુલ ઓક્સિજન માસ્ક પહેરેલો જોવા મળી રહ્યો છે. પોતાનો માસ્ક બતાવતી વખતે તે કહે છે કે ‘આજે આ માસ્કની ઘણી કિંમત છે, તેના વિના દર્દી ફફડાટથી ઘભરાય જાય છે, પરંતુ તેમાં કોઈ ઓક્સિજન આવતું નથી.
નર્સ આવી, મેં તેની સાથે વાત કરી પણ તે પાણીની બોટલ ભર્યા પછી ચાલી જાય છે. ‘ રાહુલ આગળ કહે છે, ‘ફક્ત પાણી આવે છે, પછી તેમને બોલાવતા રહો. તે એક પછી એક આવે છે, દોઢ કલાક પછી, ત્યાં સુધી તમારે તેનું સંચાલન કરવું પડશે, તેઓ સમજી શક્યા નથી કે પાણીની બોટલમાં પાણી ઓછું રાખવું પડશે અને પ્રવાહ વધારવો પડશે. ‘ તમને જણાવી દઈએ કે, રાહુલ વ્હોરાએ તેની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે, “જો મને સારી સારવાર મળે, તો હું બચી શકત. જલ્દી જ જન્મ લઈશ અને સારું કામ કરીશ. મેં હવે હિંમત ગુમાવી છે.”
અભિનેતાએ આ પોસ્ટમાં પીએમ મોદી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ ટેગ કર્યા છે. નોંધપાત્ર વાત એ છે કે રાહુલ મૂળ ઉત્તરાખંડનો હતો. અભિનેતા સોશિયલ મીડિયા પર તેની પ્રેરણાદાયી વીડિયો વિશે ઘણી ચર્ચામાં રહેતો હતો. આ સિવાય તે નેટફ્લિક્સની ફિલ્મ ‘અનફ્રીડમ’ માં પણ જોવા મળ્યો હતો.