Business

બજારના હાલના સંજોગોમાં શેરલક્ષી અભિગમ રાખો, તક મળે તો પ્રોફિટ બુકિંગ કરી લો

બજાર છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હાલતમાં હતું. અગાઉના સપ્તાહમાં નિફટી ( nifti) એ જયારે 14300ની સપાટી નીચે જવાનો પ્રયાસ કર્યો અને મજબુત ઘટાડો સર્જાયો તેના પછીના રિવાઇવલે ઉત્સાહને ફરી જીવીત કર્યો. સપ્તાહ દરમ્યાન કોઇ ખાસ ઘટના હતી નહીં અને સમાચારોનો ફલો પણ દબાયેલો રહયો. આના પરિણામે પ્રવાહો દબાયેલા રહયા અને ઇન્ટ્રા-ડે વોલેટાલિટિ દેખીતી રહી. સેકટરોના દેખાવ મિશ્ર રહયા, કોવિડના સમાચારો ( covid news) નેગેટિવ રહેવાના ચાલુ રહયા છે. રાજયોની ચૂંટણીઓના પરિણામો દેશના શાસક પક્ષ ભાજપ માટે મિશ્ર રહયા છે. ગયા સપ્તાહે થોડા અચકાટ છતાં નિફટીએ રિવાઇવ થવાનો પ્રયાસ કર્યો. મોટા ભાગના ટ્રેડરો અને ઇન્વેસ્ટરોએ કેટલીક ઝડપી ગતિ મિડ અને સ્મોલ કેપમાં જોઇ જયારે બ્રોડર ઇન્ડિસીસ સેન્ટીમેન્ટસ પર તરતા રહયા.


નિફટી વીકલી ચાર્ટસ એ વાતનો સંકેત આપે છે કે નીચલા લેવલોએ માગ જન્મી રહી છે. ઇમિડિયેટ સપોર્ટ ઝોન 14300ની આસપાસ છે જે તેજીની છાવણી વાળાઓ માટે જળવાઇ રહેવો જરૂરી છે. ડેઇલી ચાર્ટસ પર આપણે નોંધી શકીએ છીએ કે ટૂંકી અને સીધી ઉપર તરફની ગતિ જળવાઇ રહી છે.


આ પરિદ્રશ્ય હોવા છતાં ઓવરહેડ ટ્રેન્ડલાઇનના સ્મોલ પોક્સ શંકા જન્માવે તેવા છે અને મેડિયન લાઇન પર નવી ગતિ ઉદ્‌ભવે તે માટે ખરેખર રાહ જોવી જોઇએ. લોઅર ટાઇમફ્રેમ પર જતાં આપણે નોંધીએ છીએ કે ગયા સપ્તાહે દેખાયેલ સ્ટ્રોન્ગ કન્ફલુઅન્સ ઝોન્સ હાયર લેવલો પર અસ્તિત્વમાં ચાલુ રહયા છે અને 15200ની આસપાસના ઇમિડિયેટ રેઝિસ્ટન્સ ઝોનની ઉપર જાય તે માટે પુરતા ટ્રિગરોની જરૂર છે. ત્યાં સુધી આપણે વળતર જન્માવવા માટે શેરલક્ષી અભિગમ રાખવો જોઇએ.આપણે નોંધી શકીએ છીએ કે ટ્રેન્ડ ઉપર જતા નથી તે બાબત બ્રોડર ઇન્ડિસીસમાં શોર્ટ બિલ્ડઅપને કોન્ફીડન્સ આપી શકે છે અને આ બાબત આવતા સપ્તાહમાં જ પ્રવાહો પર અસર પાડી શકે છે. ઓવરહેડ રેઝિસ્ટન્સ એક સમસ્યા તરીકે ચાલુ છે ત્યારે રોજબરોજના સોદાઓમાં પ્રોફિટ બુકીંગ કરવું ડહાપણભર્યું ગણાશે.ચાર્ટનું લખાણ ઉપર તરફની મજબૂત ગતિ હવે મેડિયન લાઇનને પડકારી રહી છે જયારે વેલ્યુ એરિયા 15000ની આસપાસ છે

Most Popular

To Top