navsari : નવસારીમાં કોરોના કાળમાં અસુવિધાઓ મુદ્દે અને ખાનગી હોસ્પિટલોમાં( private hospitals) ગરીબ કોરોના દર્દીઓ પાસેથી લાખ્ખો રૂપિયાના બીલો ઉધરાવાય રહ્યા હોવાથી નવસારી-વિજલપોર શહેર કોંગ્રેસે સરકાર ( congress goverment ) સામે પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.નવસારી જિલ્લામાં કોરોનાના કેસો ( corona cases) સાથે કોરોના દર્દીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. જેની સાથે જ નવસારી જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. પરંતુ જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સીજનના ( oxygen) બાટલાની ઘટ તેમજ રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) ની અછત ઉભી થઇ રહી છે. જેથી કોરોના પોઝિટિવ દર્દીઓએ મુશ્કેલી વેઠવી પડે છે.
કેટલાક દર્દીઓના સગા ઓક્સીજનના બાટલા અને ઇન્જેક્શન બહારથી લાવી રહ્યા છે. પરંતુ જિલ્લા તંત્ર કોરોના કાળમાં પડી રહેલી મુશ્કેલીનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવડ્યુ છે. જેથી આજે શનિવારે નવસારી-વિજલપોર શહેર કોંગ્રેસ દ્વારા નવસારી-વિજલપોર પાલિકાની બહાર પ્લેકાર્ડ સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી હોસ્પિટલોમાં ગરીબ કોરોના દર્દીઓ પાસેથી લાખ્ખો રૂપિયાના બીલના ઉઘરાણા થઇ રહ્યા છે. જેથી સરકાર કોરોના દર્દીઓ માટે એક જ ભાવ નક્કી કરે તેવી માંગ કરી હતી. સાથે જ સરકાર વેક્સીનેશનના કાર્યક્રમો તો કરી રહી છે. પરંતુ જિલ્લામાં પુરતા પ્રમાણમાં વેક્સીનના ડોઝ નથી. નવસારી જિલ્લામાં કોરોના દર્દીઓ અને લોકોને હાલાકી ન પડે તે માટે સરકાર સર્વ દલીય બેઠક બોલાવી કોરોના સામે લડવા રણનીતિ તૈયાર કરવાની માંગ કરી છે.
કોરોનાની ( corona) બીજી લહેરના સંક્રમણને અટકાવવા મંત્રી ઇશ્વરભાઇ પરમારે નવસારી જિલ્લા સેવા સદનમાં અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ અવસરે ધારાસભ્ય પિયુષ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતાં.મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે, બીજી લહેરમાં કોરોનાના કેસો બીજા શહેરોની જેમ નવસારીમાં પણ વધ્યા છે પણ અસરકારક પગલા લેવાઇ રહ્યા છે. જેના લીધે લોકોના વધારે પ્રમાણમાં ટેસ્ટ કરીને સંક્રમણને કાબુમાં લેવા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
કોરોનાના આ કપરાકાળમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટીતંત્રની પાંખ સાથે વિશ્વાસનો સેતુ જીવંત રહેવો જોઇએ અને સૌએ એક ટીમ સાથે એકસૂત્રતાથી કામ કરીશું તો જ આ મહામારીમાંથી બહાર આવી શકીશું. ભૂતકાળમાં આનાથી પણ મોટી સમસ્યાઓ આવી હતી અને આપણે સાથે મળીને લડયા અને જીત્યા હતા.મંત્રી પરમારે નવસારીના જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવાયેલા પગલાં અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે મેનેજમેન્ટ બાબતે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં