Gujarat

ગુજરાતમાં ઓક્સિજનની ઘટ : રૂપાણી સરકારે દોષનો ટોપલો મોદી સરકાર પર ઢોળ્યો

સુપ્રીમ કોર્ટ સમક્ષ સુઓ મોટો જાહેર હિતની રીટની સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમે સુપ્રીમ સમક્ષ સોગંદનામુ રજૂ કરીને ગુજરાતમાં ઓકિસજનની ઘટ માટે કેન્દ્ર પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. તેમણે વખતો વખત કેન્દ્રિય કેબીનેટ સેક્રેટરીને પત્ર પણ લખ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

મુકિમે કરેલા સોગંદનામાં જણાવ્યા અનુસાર હાલની ગુજરાતની દૈનિક ઓક્સિજનની જરૂરિયાત ૧૪૦૦ ટનની છે. જે આગામી તા.૧૫મી મે સુધીમાં ૧૬૦૦ મેટને પહોંચી જશે. અલબત્ત કેન્દ્ર તરફથી ગુજરાતને માત્ર ૯૭૫ ટન ઓક્સિજન ફાળવવામાં આવી રહ્યો છે. ગત તા.૩૦મી એપ્રિલના રોજ ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાત ૧૨૫૦ ટનની હતી તે માત્ર છ દિવસમાં વધીને ૧૪૦૦ ટન થઈ ગઈ છે. સુપ્રીમે તેના નિરીક્ષણમાં ૪૦૦ ટનનો બફર સ્ટોક કરવા પણ જણાવ્યું છે.

અનિલ મુકિમે કેન્દ્ર ગૃહ સચિવને લખેલા પત્રને પણ ટાંકીને સોગંદનામાં જણાવ્યું હતું કે ગત ૨૬મી એપ્રિલે ગુજરાતમાં ૫૮૩૭ દર્દીઓ વેન્ટિલેટર પર, ૬૭૩૫ દર્દીઓ વેન્ટિલેટર વિના આઈસીયુ પર તથા ૪૧,૩૪૧ દર્દીઓ સાદા ઓક્સિજન પર હતા. જે કુલ ૫૩૯૧૩ થાય છે. તા.૫મી મેના રોજ રાજ્યમાં ૬૪૨૯ દર્દીઓ વેન્ટિલેટર પર, ૭૧૫૪ દર્દીઓ વેન્ટીલેટર વિનાના આઈસીયુ પર તથા ૪૩,૭૮૫ દર્દીઓ સાદા ઓકિસજન સપ્લાય પરના મળીને કુલ ૫૭,૩૬૮ દર્દી થાય છે. મુકિમે એવી ગંભીર બાબત પર સુપ્રીમનું ધ્યાન દોરતા વધુમાં સોગંદનામાંમા લખ્યું હતું કે જો ગુજરાતને પૂરતો ઓક્સિજનનો જથ્થો મળે તો અમે ગુજરાતમાં ૧૧,૫૦૦ ઓક્સિજન બેડ તથા વેન્ટિલેટરની સુવિધા ઊભી કરી શકીયે તેમ છીયે. અણારી પાસે હોસ્પિટલોમાં બેડ તેમજ તબીબી સ્ટાફ છે પરંતુ ઓક્સિજનન નહીં હોવાના કારણે અમારે દર્દીઓને સારવાર આપવાની ના પાડવી પડે છે. એક તરફ ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની ઘટ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૪ દિવસમાં ઓક્સિજનની પાંચ ટ્રેન દોડાવીને ૫૪૫ ટન ઓક્સિજન દીલ્હી મોકલાયો છે.

અમદાવાદમાં ઓક્સીજનના પણ કાળાબજાર: 39 બાટલા સાથે 3 શખ્સ ઝડપાયા

અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે ઓક્સીજન, દવાઓ, ઇન્જેક્શનના કાળા બજારે માઝા મૂકી છે. રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર કરતા અનેક શખ્સો ઝડપાયા છે. તો વળી અમદાવાદમાં ઓક્સીજનની કાળાબજારી કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી પોલીસે 39 બાટલા જપ્ત કર્યા હતા. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 39 જેટલા ઓક્સીજનના સિલિન્ડરો જપ્ત કર્યા હતા. આ સિલિન્ડરો અંગે પૂછપરછ કરતાં આ ઓક્સીજન સિલિન્ડરો ઊંચા ભાવે જરૂરિયાતમંદ લોકોને વેચતા હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં પોલીસે આરોપી ઉર્વેશ મેમણા, તોફીક શેખ અને મોહમ્મદ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top