સુરત: (surat) કોરોનાની બીજી લહેરમાં ઉદ્યોગ–ધંધાને (Industry-business) પડી રહેલી નાણાંકીય મુશ્કેલીઓને કારણે ચેમ્બર દ્વારા ગત અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસને એમ.એસ.એમ.ઇ. (MSME) ક્ષેત્રમાં કામકાજ કરતા એકમો માટે છ મહિનાનો મોરેટોરિયમ મળી રહે તેવી માંગણી કરવામાં આવી હતી.આરબીઆઇ (RBI) ગવર્નર દ્વારા એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે આવતા એકમો તથા વ્યકિતગત લોનધારક કે જેઓનું લોન એકાઉન્ટ તા. ૩૧ માર્ચ ર૦ર૧ સુધી સ્ટાન્ડર્ડ એકાઉન્ટ હોઇ અને તેઓને લોન રિસ્ટ્રકચર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. જેમાં બે વર્ષ સુધીનું મોરેટોરિયમ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત કોઇ પણ એમ.એસ.એમ.ઇ. એકમ કે જેની આઉટ સ્ટેન્ડીંગ લોન તા. ૩૧ માર્ચ ર૦ર૧ના રોજ રૂપિયા રપ કરોડથી ઓછી હોય તેઓને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા પર્સનલ લોન તથા બિઝનેસ લોન એમ બંને કેસોમાં મળી રહેશે. જે કોઇ પણ નાના ઉદ્યોગકારો તથા વ્યકિતગત લોનધારક દ્વારા રિઝયુલેશન ફ્રેમવર્ક ૧નો લાભ લીધો હોય અને મોરેટોરિયમ બે વર્ષથી ઓછું લીધું હોય તેઓને પણ આરબીઆઇની આજની જાહેરાત બાદ મોરેટોરિયમનો સમયગાળો બે વર્ષ સુધીનો કરવાની પરવાનગી આપવામાં આવી છે. સાથે સાથે રિઝોલ્યુશન ફ્રેમવર્ક ૧નો લાભ લેનાર નાના ઉદ્યોગકારોને વધારાની વર્કીંગ કેપિટલની જરૂરિયાત પડતી હોય તો તેને પણ વધારાની લિમિટ આપી બેંકોને પરવાનગી આપવામાં આવી છે.
વધુમાં આરબીઆઇ દ્વારા માઇક્રો ફાયનાન્સ ઇન્સ્ટીટયુશન દ્વારા શાકભાજી, રિક્ષાવાળા અને રેકડીવાળા વિગેરે નાના વેપારીઓને નાની લોન આપવામાં આવે છે તેને પ્રાયોરિટી સેકટર લેન્ડીંગમાં મુકવામાં આવ્યું છે અને તે અંગે સ્મોલ ફાયનાન્સ બેંકે માઇક્રો ફાયનાન્સ ઇન્સ્ટીટયુશનને નવું ધીરાણ આપવા માટે તા. ૩૧ માર્ચ ર૦રર સુધી પરવાનગી આપવામાં આવી છે. એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે લિકવીડિટી વધારવા આરબીઆઇની શિડયુલ કોમર્શિયલ બેંક કેશ રિઝર્વ રેશિયો ગણવાની પદ્ધતિમાં એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગને આપેલ રૂપિયા રપ લાખ સુધીની લોન નેટ ડિમાન્ડ એન્ડ ટાઇમ લાયબિલિટીઝમાંથી બાદ કરવાની પરવાનગી આપી છે અને આ પરવાનગી તા. ૩૧ માર્ચ ર૦રર સુધી લંબાવવામાં આવી છે.