સુરત : સુરત (SURAT)માં કોરોના (CORONA)ના હાહાકાર વચ્ચે મેડીકલના સંશાધનો (MEDICAL STOCK) ખૂટી પડ્યા છે ત્યાં હવે કોરોનાની દવાઓની પણ અછત જોવા મળતા લોકોમાં નારાજગી (PEOPLE ANGRY) જોવા મળી હતી. નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL)માં સવારના સમયે કેટલાક દર્દીના સગા ફેબિફ્લુ (FE BI FLU) સહિતની દવાઓ લેવા માટે આમથી તેમ દોડતા જોવા મળ્યા હતા. જો કે, બપોર બાદ આ દવાઓનો સ્ટોક આવી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતમાં માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન કોરોનાના કેસો ખુબ જ મોટી સંખ્યામાં વધી ગયા હતા. કોરોનાના ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે બેડ, વેન્ટિલેટર (VENTILATOR) અને ઓક્સિજન (OXYGEN) પણ ખૂટી પડ્યો હતો. કોરોનામાં સંજીવની સમાન ગણાતી રેમડેસિવિર ઇન્જેકશનની માંગ પણ વધી ગઇ હતી. પરંતુ રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેકશન (INJECTION) જેવા મોંઘા ઇન્જેકશનો ખુબ જ મુશ્કેલીથી મળી રહ્યા હતા. ત્યાં હવે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ફેબિફ્લુ સહિતની દવાઓનો સ્ટોક ઓછો થઇ રહ્યો હોવાનું કહેવાય છે. મંગળવારે બપોરના સમયે હોસ્પિટલમાં દવાઓ લેવા આવેલા કેટલાક દર્દીઓને ફેબિફ્લુ સહિતની દવાઓ મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, બપોર બાદ આ દવાનો સ્ટોક આવી પહોંચતા લોકોમાં રાહત જોવા મળી હતી.
ફેબિફ્લુનો સ્ટોક દરરોજ આવે છે પરંતુ મંગળવારે આવ્યો નહોતો
નવી સિવિલ હોસ્પિ.ના એક મેડિકલ ઓફિસરે પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, ફેબિફ્લુનો સ્ટોક દરરોજ દર્દીની સંખ્યા પ્રમાણે મોકલવામાં આવે છે. દરરોજ સ્ટોક આવી જ જાય છે. પરંતુ મંગળવારે આ સ્ટોક બપોર બાદ આવ્યો હતો. પરંતુ આગામી દિવસોમાં આ સ્ટોક પુરતા પ્રમાણમાં આવી જશે.