નવી દિલ્હી : દેશમાં 13 વિરોધી પક્ષના નેતાઓ(opposition leader)એ રવિવારે કેન્દ્ર સરકારને કોરોના કેસો(corona cases)માં થયેલા અભૂતપૂર્વ ઉછાળાને ધ્યાનમાં લઈને દેશભરમાં નિ:શુલ્ક રસીકરણ અભિયાન (free vaccination campaign) શરૂ કરવા તાકીદ કરી હતી.
આ સંયુક્ત નિવેદનમાં તેઓએ કેન્દ્ર સરકારને તમામ હોસ્પિટલો (hospital) અને આરોગ્ય કેન્દ્રો (health center)માં અવિરત ઑક્સિજન (oxygen)નો પુરવઠો સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું છે. કારણ કે, તેઓ વધતાં કોરોના કેસોને જોતાં ઘણા દર્દીઓની સારવાર કરે છે. આ રજૂઆતમાં કરેલા હસ્તાક્ષરોમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, જેડીએસ નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવે ગૌડા, એનસીપી નેતા શરદ પવાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીનો સમાવેશ થાય છે.
તેમણે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, દેશમાં બેકાબૂ બનેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અમે કેન્દ્ર સરકારને દેશભરની તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ઑક્સિજન સપ્લાયના અવિરત પ્રવાહને સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ. તેઓએ ઉમેર્યું કે, અમે કેન્દ્ર સરકારને તાત્કાલિક ધોરણે દેશભરમાં નિ:શુલ્ક રસીકરણ અભિયાન શરૂ કરવા આહવાન કરીએ છીએ. વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે, રસીકરણ અભિયાન માટે ફાળવવામાં આવેલા 35,000 કરોડ રૂપિયાની બજેટનો રસીકરણ માટે ઉપયોગ થવો જોઈએ.
આ રજૂઆતમાં જેએમએમ નેતા અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, ડીએમકેના પ્રમુખ એમ.કે. સ્ટાલિન, બસપા પ્રમુખ માયાવતી, રાષ્ટ્રીય પરિષદના નેતા ફારુક અબ્દુલ્લા, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને આરજેડી નેતા તેજશ્વી યાદવ, ડાબેરી નેતાઓ ઉપરાંત ડી રાજા (સીપીઆઈ) અને સીતારામ યેચુરી (સીપીઆઇ-એમ)એ પણ હસ્તાક્ષર કર્યા હતા.