SURAT

કોરોનાની બીજી લહેરમાં સુરત એરપોર્ટ પર 50 ટકા પેસેન્જર ઘટી ગયા

સુરત: (Surat) કોરોના સંક્રમણની બીજી લહેર એવિયેશન સેક્ટર માટે પણ મુશ્કેલ ભરી રહી છે. સુરત એરપોર્ટથી (Surat Airport) કનેક્ટેડ એરલાઇન્સ કંપનીઓને પેસેન્જર નહીં મળતા એક પછી એક ફ્લાઇટ રદ થઇ રહી છે. સ્પાઇસ જેટે એકસાથે ચાર શહેરોને જોડતી ફ્લાઇટ રદ કરી છે. તેવી જ રીતે ઇન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ રદ થઇ છે. તેને લીધે એપ્રિલ-2021માં સુરત એરપોર્ટનો પેસેન્જર લોડ 50 ટકા ઘટી ગયો છે. એપ્રિલમાં 48889 પેસેન્જરોએ (Passangers) સુરતથી અવર-જવર કરી હતી. જેમાં 2067 પેસેન્જર ઇન્ટરનેશનલ હતા. આ પેસેન્જરોએ શારજાહથી સુરતની સફર કરી હતી. ફેબ્રુઆરી 2021માં સુરત એરપોર્ટથી 96950 અને માર્ચમાં 95640 પેસેન્જરોએ અવર-જવર કરી હતી. એ તુલનાએ એપ્રિલમાં પેસેન્જર સંખ્યા ઘટીને 48889 થઇ છે. કોરોના પ્રથમ લહેર હતી ત્યારે ઓક્ટોબરમાં 57642 પેસેન્જરો નોંધાયા હતા. તે પછી સૌથી ઓછા પેસેન્જર બીજા વર્ષે એપ્રિલમાં નોંધાયા છે.

  • છેલ્લા 12 મહીનામાં ઓક્ટોબર પછી સૌથી ઓછી પેસેન્જર સંખ્યા એપ્રિલમાં રહી
  • મહીનો પેસેન્જર સંખ્યા
  • મે-2020 1616
  • જૂન 9343
  • જુલાઇ 8858
  • ઓગસ્ટ 18792
  • સપ્ટેમ્બર 77841
  • ઓક્ટોબર 57642
  • નવેમ્બર 67952
  • ડિસેમ્બર 74415
  • જાન્યુઆરી-21 87227
  • ફેબ્રુઆરી 96949
  • માર્ચ 95640
  • એપ્રિલ 48889

ઇન્ડિગો એરલાઇન્સના (Indigo Airlines) સ્ટાફની નફ્ફટાઇથી 350 દર્દીના જીવ જોખમમાં મુકાયા હતા. ફ્લાઇટ ઉપડવા માટે હજી 40 મીનિટનો સમય હોવા છતાં ઈન્ડિગોના સ્ટાફે સુરતના તબીબને બોર્ડિંગના નિયમો બતાવી ફ્લાઇટમાં (Flight) બેસવા દીધા નહીં. જેના પગલે સુરતની રાધા, આઈડીબીસી હોસ્પિટલ તથા વરાછાના આઈસોલેસન સેન્ટરમાં સેવા આપતા ડો. ઢાકેચાની નિગરાની હેઠળ સારવાર લેતા 350 દર્દીઓના (Patient) જીવ મુશ્કેલીમાં મુકાયા હતા.

શહેરના જાણીતા ફિઝિશિયન ડો.પૂર્વેશ ઢાકેચા શુક્રવારે હરિદ્વારથી 40 કિ.મી. દૂર બહાદરાબાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતાં સુરતના ઉદ્યોગકાર બાલુ ગોધાણીનાં પત્ની કોકિલાબેનની સારવાર માટે ગયાં હતાં. તેઓ શનિવારે સાંજે દહેરાદૂનથી દિલ્હી અને દિલ્હીથી સુરતની ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની કનેક્ટિંગ ફ્લાઈટમાં પરત ફરી રહ્યા હતા. પરંતુ બપોરે 3.50 વાગ્યે દહેરાદૂનથી ઉપડતી ફ્લાઈટ 30 મિનીટ મોડી 4 વાગ્યે ઉપડી હતી, જે 5.30 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. અહીં દિલ્હી એરપોર્ટ ખાતેથી 6.10ની સુરતની ફ્લાઈટ હતી, જે રન-વે પર ઊભી હતી. ફ્લાઇટ ઉપડવા માટે હજી 40 મીનિટનો સમય હોવા છતાં ઈન્ડિગોના સ્ટાફે સુરતના તબીબને બોર્ડિંગના નિયમો બતાવી ફ્લાઇટમાં બેસવા દીધા નહીં.

જેના પગલે સુરતની રાધા, આઈડીબીસી હોસ્પિટલ તથા વરાછાના આઈસોલેસન સેન્ટરમાં સેવા આપતા ડો. ઢાકેચાની નિગરાની હેઠળ સારવાર લેતા 350 દર્દીઓના જીવ મુશ્કેલીમાં મુકાયા હતા. ડો.પૂર્વેશ ઢાકેચાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઈન્ડિગોના સ્ટાફને ડોક્ટર તરીકેનું ઓળખપત્ર બતાવ્યું હતું. સુરતમાં દયાબેન નામના દર્દી બાયપેપ પર હોય તેઓને તાત્કાલિક સારવારની આવશ્યકતા હોવાની કેફિયત જણાવી છતાં સ્ટાફ પોતાના નિયમોને જડતાપૂર્વક વળગી રહ્યો હતો. નજર સામે ફ્લાઈટ ઊડી ગઈ અને હું કશું કરી શક્યો નહીં. મારે નાછૂટકે દિલ્હી-અમદાવાદની ફ્લાઈટની ટિકિટ મેળવી અમદાવાદ ઊતરી બાયરોડ સુરત આવવું પડ્યું હતું. જેમાં 12 કલાકનો સમય વેડફાયો હતો.

Most Popular

To Top