Sports

સનરાઇઝર્સ હૈદ્રાબાદની ટીમ બસ ચુકી ગઈ, બાકીની બધી મેચો જીતીને પ્લે ઑફમાં આવી શકે

દેશમાં કોરોના (CORONA)ની સ્થિતિ એકદમ વિક્ટ અને ચિંતાજનક છે અને આપણે સૌએ વધારે સાવધાન અને સચેત રહીને તબીબોએ સલાહ આપેલી તમામ તકેદારીઓ લેવાની જરૂર છે. કોઇને પણ થઈ શકે છે અને અમારા જેવા બાયો બબલમાં રહેતા અને સલામત રહેવાનો સંદેશ આપનારા પણ સાવધાની હટાવે તો ભોગ બની શકે છે. જેમ ટીમ 200 રનથી વધારે બનાવે તો સલામતી અને જીત નિશ્ચિત નથી એમ આ વાયરસની કોઇ ગૅરન્ટી નથી.

હજી અડધે પહોંચ્યા નથી છતાં એમ લાગે છે કે આ વખતે હૈદ્રાબાદ(SRH)ની ટીમ બસ ચૂકી ગઈ છે. બેશક ક્રિકેટ એ આગાહી ન થઈ શકે એવી રમત છે અને ટ્વેન્ટી ટ્વેન્ટી (20-20)ના અલ્ટ્રા શૉર્ટ ફોર્મેટમાં તો ખાસ. તેઓ એમની બાકીની બધી મેચો જીતીને પ્લે ઑફમાં આવી શકે. તેમની પાસે વિશ્વમાં શ્રેષ્ઠ ટી 20 બૉલર રાશીદ ખાન (RASHID KHAN) છે અને વૉર્નર (WARNER), જૉની બેસ્ટ્રૉ અને કેન વિલિયમસન (WILLIAMSON) જેવો બૅટિંગ ઑર્ડર છે. આ બધા ઉપરાંત ટેલેન્ટેડ અને ટેમ્પરામેન્ટલ મનિષ પાંડે છે જે સારું બેટિંગ કરે છે પણ ખોટા સમયે આઉટ થઇ જાય છે. અબ્દુલ સમદ પાસે સ્ટેન્ડમાં બૉલ મારવાની ક્ષમતા છે પણ એ મોટા ભાગના યુવા ભારતીય બૅટ્સમેનની જેમ પોતાના પહેલા કે બીજા બૉલે આમ કરવાની કોશીશ કરે છે અને આઉટ થઈ જાય છે. આન્ડ્રે રસેલ, ક્રિસ ગેઈલ, પોલાર્ડ, એમ ત્રણ સૌથી મોટા હિટર્સ પણ સમય લે છે, થોડી બૉલ રરમે છે, પિચનો અનુભવ લે છે, બૉલિંગ જુએ છે અને પછી હિટ્સ મારે છે. એમને ખબર છે કે અગાઉની ખાલી કાઢેલી બૉલ બાદમાં ફટકારીને ભરપાઇ થઈ જશે, પણ એટલા અનુભવી છે કે જાણે છે કે પહેલી બૉલથી જ ફટકાબાજી ન થાય.

અગાઉની યુએઇની આવૃત્તિની જેમ આ આવૃત્તિએ આપણને એ બતાવ્યું છે કે પિચમાં જજો થોડી પેસ મળે તો બાઉન્સર સામે યુવા ભારતીય બેટ્સમેનો મૂઝાઇ જાય છે. કમસબીને બાઉન્સરનું વ્યાપક અર્થઘટન બૅટ્સમેનના માથાની સહેજ ઉપરથી જાય, એનો મતલબ કે બોલર્સ રન અને એક્સ્ટ્રા બૉલ અપાઇ જાય એને લીધે એનો ઉપયોગ કરતા ખચકાય છે. આદર્શ રીતે એને વાઇડ કહેવી જોઇએ, ઑફ સાઇડની જેમ જ્યાં બૅટ્સમેન સ્ટ્રૉક મારી શકતો નતનથી. ફોર્મેટ બૉલર્સ માટે સખત છે અને જો સારી બાઉન્સર બેટ્સમેનના માથાની થોડા ઈંચ ઉપર હોય ને વાઈડ કહેવાય તો બૉલર્સના હાથ પણ બંધાઇ જાય છે. બીજી નોંધપાત્ર બાબત એ કે વિદેશી બેટ્સમેનો જ નહીં પણ મોટા ભાગના ભારતીય બેટ્સમેનો પણ ગૂગલી કે લેગીની ખોટી બૉલ પારખી શક્તા નથી. એ સમજી શકાય કે જો નવો બૉલર હોય જેનો સામનો જ ન કર્યો હોય હોય્પણ અમિત મિશ્રા અને ચહલ જેવા વર્ષોથી હોય અને એ નિયમિત વિકેટો લે એ કેવું?

સારી વાત એ છે કે યૉર્કર એટલી અસરકારક રહે છે અને ભારતીય પેસર્સ એનો હોંશિયારીથી ઉપયોગ કરે છે.
સિવાય કે બીજા છેડે ડિ વિલિયર્સ કે ઋષભ પંત જેવા બેટ્સમેન હોય, જેઓ યોર્કરમાં સ્કૂપ શૉટ રમી શકે અને સિક્સ ફટકારી શકે. જો કે એમાં નિયમિત પ્રેક્ટિસ અગત્યની છે. પણ જો ખેલાડીને એક મેચમાં 24 બૉલ નાખવાની મોટી રકમ મળતી હોય તો એમાંથી મોટા ભાગની બૉલ બરાબર ફેંકવા માટે એણે સેંકડો વધારે પ્રેક્ટિસ કરવી જ પડે. એ ખરેખર અઘરું છે. આખરે આ બૅટ્સમેનની રમત છે, ખરું ને?

Most Popular

To Top