surat : સુરત શહેર અને જિલ્લામાંથી કોરોના ( corona) ના પેશન્ટને ખાનગી હોસ્પિટલ ( hospital) માં એડમિટ કરવાનું બંધ કરાયા પછી પણ સરકારી તંત્રએ સતત ઓકિસજન ( oxygen) ડિમાન્ડ ઘટી હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. હકીકતમાં દર્દીઓને દાખલ કરીને ઓક્સિજનની જરૂરીયાત સંતોષી શક્યા હોત તો તે લેખે લાગ્યું હોત.
સુરત શહેર અને સમસ્ત દક્ષિણ ગુજરાતભરમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. કોરોનાએ ગામેગામ દેખાદીધી છે. સેકન્ડ વેવમાં કોરોનાનો શિકાર બનેલા પેશન્ટ સીધા ઓકિસજન ઉપર આવી જાય છે. આ વાત જગજાહેર છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતભરમાં કોરોનાના પેશન્ટને મેડિકલ હેલ્પ મળી શકે તેવી હાલત નથી. શહેરની ખાનગી હોસ્પિટલ્સ તો વિતેલા એકાદ સપ્તાહથી નવા પેશન્ટને દાખલ કરવામાં આવતા નથી. દક્ષિણ ગુજરાત અને પાડોશી મહારાષ્ટ્ર રાજયના લોકો માટે આશિર્વાદરૂપ લેખાતી રાજય સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં પણ બે દિવસ પહેલા નવા કોરોના પેશન્ટ માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. બે દિવસથી પેશન્ટ ભાગ્યે જ દાખઠલ કરવામાં આવે છે.
જિલ્લા પ્રશાસન આ વાત સુપેરે જાણતું હોવા છતાં હજી પણ ઓકિસજન સપ્લાય અંગે ચોખવટ કરતું નથી. આજે પણ જિલ્લા પ્રશાસન તરફથી પંદર મેટ્રિક ટન ઓકિસજનની ડિમાન્ડ ઘટી હોવાની વાત દોહરાવાઇ હતી. પરંતુ આ વાતમાં કોઇ દમ નથી, કેમ કે ખાનગી હોસ્પિટલ્સ ફુલ છે. સરકારીમાં જેમ તેમ લાગવગ કે પહોચના આધારે પેશન્ટ એડમિટ કરાય છે. તેમ છતાં સરકાર ઓનપેપર ઓક્સિજનની ડિમાન્ડ ઘટી હોવાનો સંતોષ માની રહી છે. આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતભરમાં 195 ટન ઓકિસજન સામે 170 ટન સપ્લાય કરાયો છે. આ આંકડા જોતા દેખીતી રીતે ઓકિસજન સપ્લાયની અછત જણાઇ રહી છે. પરંતુ સરકારે સંકટમાં ઘેરાય પછી મનોમન ઓકિસજન ડિમાન્ડ ઘટી છે તેવી આશાઓ સેવી છે.
હોમઆઇસોલેશનના પેશન્ટની હાલત ભયાનક
સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલએ ઘરે સારવાર લઇ રહેલા કોરોના પેશન્ટને ઓક્સિજન સીલિન્ડર રિફિલિંગ નહીં કરવા માટે ફરમાન કર્યું છે. જેને કારણે ગઇકાલથી ઘરે સારવાર લઇ રહેલા સેંકડો લોકો ઓકિસજન સીલિન્ડર માટે ભટકી રહ્યાં છે. હોમઆઇસોલેશનમાં ઓકિસજન વગર કોઇ પેશન્ટનું મોત થશે તો તેની જવાબદારી કોની? તેવા વેધક સવાલો પણ ઉઠી રહયા છે. હોસ્પિટલ્સ ફુલ હોવાથી મજબૂરીવશ આવા લોકોને ઘરે સારવાર લેવી પડે છે. પરંતુ તેમને પણ ગઇકાલથી ઓકિસજન સીલિન્ડર નહિં આપવાના ફતવાના કારણે તેમના શ્વાસ અધ્ધર થઇ ગયા છે.
કોવિડ કેર સેન્ટરને ( covid care centre) કોઇ તકલીફ નહિં પડે
સુરત જિલ્લા કલકેટરે ગઇકાલે હોમઆઇસોલેશન તેમજ એનજીઓને ઓકિસજન સિલિન્ડર ( cylinder) આપવાની મનાઇ ફરમાવી હતી. કલેકટરના આ ફતવાને પગલે ઘડીભર માટે કોવિડ કેર સેન્ટર ચલાવતા સંચાલકો પણ મનોમન ગુંગળાવા લાગ્યા હતા. પરંતુ ઓક્સિજન સપ્લાય માટે રચેલી કમિટીના નાયબ કલેકટર આર.આર બોરડે આ વાતને ગંભીરતાથી લઇ તમામ કોવિડ કેર સેન્ટરને ઓકિસજન મળે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. તેમણે કહ્યું હતું કે, સુરત શહેરમાં રજીર્સ્ટડ હોય તેવા 25 અને અનરજીર્સ્ટડ 7 કોવિડ કેર સેન્ટરને ઓકિસજન સીલિન્ડર ફાળવવામાં આવશે