SURAT

પોર્ન ફિલ્મ જોયા બાદ વિકૃત બની ગયેલા નરાધમે હજીરામાં બાળકીને ભોગ બનાવી હત્યા કરી હતી

surat : શહેરના હજીરા ( hajira) ગામમાં ગઈકાલે પાંચ વર્ષીય બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બા બાળકી સાથે દુષ્કર્મ, સૃષ્ટિવિરુધનું કૃત્ય કર્યા બાદ મારી નાખનાર પડોશી યુવાન જ નીકળ્યો હતો. આ યુવકએ અઠવાડિયા પહેલા પોર્ન ફિલ્મ જોયા પછી સતત વિકૃતિ હોવાથી ગઈકાલે બાળકીને ભોગ બનાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હજીરા ગામમાં ગઈકાલે બપોરે પાંચ વર્ષીય બાળકીનો મૃતદેહ નગ્ન હાલતમાં ઘરથી 100 મીટર દૂર મળી આવ્યો હતો. બાળકી કુદરતી હાજતે ગયા બાદ બપોર સુધી ઘરે પાછા નહોતી આવી. જેને પગલે તેના માતા-પિતાએ શોધખોળ હાથ ધરતા બાળખીની લાશ મળી હતી. પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે ડોગસ્ક્વોડ અને ટેકનિકલ સર્વેલન્સના મદદથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસે ગણતરીના કલાકમાં ફળીયામાં જ રહેતા આશરે ૨૫ વર્ષીય સુજીતને શંકાના આધારે ઝડપી પાડયો હતો.

સુજીત મધ્યપ્રદેશનો વતની છે તે અહીં તેની બહેનના ઘરે રહેતો હતો. સુજીત પણ એસ્સાર કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર મજૂરી કામ કરતો હતો. એક અઠવાડિયા પહેલા મોબાઈલ ઉપર પોર્ન મૂવી જોઈ હતી. ત્યારથી તેના મગજમાં વિકૃતિ સળવળી રહી હતી. અઠવાડિયા પહેલા તેને અન્ય એક બાળકી સાથે છેડછાડ કરતાં લોકોએ તેને માર માર્યો હતો. ત્યાર બાદ ગઈકાલે તેને પાંચ વર્ષીય માસુમ બાળકીને એકલી જોઈ જતા તેની સાથે હવસ સંતોષી તેને જાનથી મારી નાખી હતી.


બાળકીનું ગળુ દબાવવાથી મોત તથા લીવર ફાટી ગયું

હવસખોર સુજીતના મગજમાં છેલ્લા એક અઠવાડિયાથી વિકૃતિ ભરાઈ હતી. વિકૃતિ સંતોષા ગઈકાલે બાળકીની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિવિરુધનું કૃત્ય આચર્યું હતું. બાદમાં બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. ફોરેન્સીક પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન આજે બાળકીના મોતનું કારણ ગળું અને મોઢું દબાવવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય બાળકીને શરીરે ૧૫થી ૨૦ જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા. બાળકીનું લિવર પણ ફાટી ગયું હોવાનું પોસ્ટમોર્ટંમ દરમિયાન જાણવા મળ્યું હતું. નરાધમે બેરહમીપૂર્વક બાળકીને માથામાં ઇંટ મારી હત્યા કરી હતી.

Most Popular

To Top