કોરોનાની ભયાનક સેકન્ડ વેવના આખરે વળતા પાણી શરૂ થઇ ગયા છે. આ મામલે શહેરના જાણીતા તબીબ ડો.સમીર ગામીએ આ સારા સમાચાર આપ્યા છે. તેમાં છેલ્લા 3 દિવસથી એકાએક કોરોનાના પેશન્ટની સંખ્યામા પચાસ ટકાનો ઘટાડો થયો છે.
સતત વીસ દિવસ સુધી રોજના સાતથી દસ હજાર દર્દીઓ પોઝિટિવ આવતા હોવાની શંકા હતી. તેમાં પચાસ ટકા કરતા વધારેનો ઘટાડો નોંધાયો છે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીમાં હાલમાં સ્ટાફને આરામ મળી રહ્યો છે.
ઓપીડીમાં કોરોનાના દર્દીઓમાં અચાનક ઘટાડો આવતા શહૈરના તબીબ આલમે રાહતના સમાચાર લીધા છે. ડો. સમીર ગામીએ જણાવ્યું હતું કે, શહેરની તમામ પચાસ કરતા વધારે હોસ્પિટલોમાં આ ફલો ઘટયો છે. કોરોનાની આ પેટર્નથી હાલમાં તબીબ આલમમાં પણ આશ્વર્ય છે. આ તમામમાં જે રીતે સરકારી સીસ્ટમ અને લોકો જે ભયાનક પીડામાંથી ગુજરી રહ્યા છે. તેઓ માટે આ સારા સમાચાર છે.
ઓકિસજન અને વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ઘટતા હજુ દસ દિવસ થશે
હાલમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ ઓકિસજન અને વેન્ટિલેટર પર આવી રહેલા ગંભીર દર્દીઓની સંખ્યા ઘટતા હજુ દસ દિવસ જેટલો સમય લાગશે. ગંભીર રીતે કોરોનામાં સપડાયેલા દર્દીઓની સંખ્યા ઘટતા દસ દિવસ જેટલો સમય લાગી શકે છે તેમ ડો.સમીર ગામીએ જણાવ્યું હતું.